ગાંધીનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળોની 5 કિ.મીનો વિસ્તાર 'નો ફ્લાઈંગ' ઝોન જાહેર, ભાઈજીપુરા, ગિફ્ટસીટીથી લઈ વલાદ સહિતનો રૂટ પર ભારે વાહનો માટે પ્રતિબંધ | 5 km area of Prime Minister's event venues in Gandhinagar has been declared a 'no flying' zone, heavy vehicles are prohibited on the route from Bhaijipura, Giftcity to Valad. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • 5 Km Area Of Prime Minister’s Event Venues In Gandhinagar Has Been Declared A “no Flying” Zone, Heavy Vehicles Are Prohibited On The Route From Bhaijipura, Giftcity To Valad.

ગાંધીનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર, વલાદ, તેમજ ગિફ્ટ સિટી ખાતેના કાર્યક્રમોમાં પ્રેરક ઉપસ્થિતિ રહેવાના છે. જેનાં પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગાંધીનગર જિલ્લા અધિક કલેકટર ભરત જોશીએ વડાપ્રધાનનાં કાર્યક્રમોનાં 5 કિ.મી વિસ્તાર અને 5 હજાર ફૂટ ઊંચાઈ સુધીના વિસ્તારને “નો ફ્લાઈંગ” ઝોન જાહેર કરાયો છે. ઉપરાંત ભાઈજી પુરા થી ગિફ્ટસિટીથી લઈ વલાદ તરફના રૂટમાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિક રૂપે ટ્રાફિક ડાયવર્ટ કરવાનું જાહેરનામું બહાર પાડયું છે.

આવતીકાલે વડાપ્રધાન નરેંદ્ર મોદી ગાંધીનગર આવી પહોંચવાના છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. વડાપ્રધાનની સુરક્ષાને લઈને અધિક કલેકટર ભરત જોશીએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ કાલે નિજાનંદ ફાર્મ, ફિરોઝપુર(વલાદ), મહાત્મા મંદિર, રાજભવન ગાંધીનગર તથા ગીફ્ટસીટી ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન પધારનાર છે તેમની તેમજ અન્ય મહાનુભાવોની સલામતીને ધ્યાને રાખી દેશ વિરોધી, સંગઠનો,આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલીત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલીત નાની સાઇઝના વિમાન જેવા સાધનો અથવા એરો સ્પાર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB –CONVENTION AERIAL PLATFORM) ના ગેરલાભ લઇ ઉપરોકત કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને હાની પહોચાડવાની શક્યતા નકારી શકાય એમ નથી.

આ પ્રકારના સંશાધનોથી આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શક્યતા રહેલી હોવાથી ઉપરોકત કાર્યક્રમવાળા સ્થળો તથા તેના વર્તુળ આકારે આવેલ 5 કી.મી તથા 5 હજાર ફીટ સુધીના વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તદુપરાંત ભાઈજીપુરા ચોકડીથી ગીસીટી થઈ નિજાનંદ ફાર્મ, ફિરોજપુર,વલાદ સુધીના રોડ પર ભારે વાહનો પ્રવેશ પ્રતિબંધિત કરી દેવાયો છે.

જેનાં ભાગરૂપે આવતીકાલે ભારે વાહનો ચિલોડા-નરોડા મુખ્ય રોડ પરથી નાના ચિલોડા (રણાસણ સર્કલ થઈ એસ.પી.રીંગ રોડ થઈ પ્રવેશ કરી શકશે. તેમજ મોટા ચિલોડાથી પ્રવેશ કરી શકાશે.કોબા સર્કલથી અપોલો સર્કલ થઈ રીંગ રોડ થઈ નાના ચિલોડા થઈ પ્રવેશ કરી શકાશે. તથા કોબા સર્કલથી બાલાપીર સર્કલ થઈ ઉવારસદ બ્રિજ નીચેથી ઉવારસદ, વાવોલ ગામ થઈ ક – રોડ, ક – 7 થઈ પ્રવેશ કરી શકાશે.