No results found

    પાલિકાના ઉચ્ચક વેતનવાળા ઇજનેરોના પગારમાં 5 હજારથી 8500નો વધારો | 5,000 to 8,500 in the salary of highly paid municipal engineers | Times Of Ahmedabad

    વડોદરા15 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • વર્ષ 2017 બાદ પગારમાં કોઈ વધારો કરાયો ન હતો
    • પગારમાં વધારો કરાતાં પાલિકા પર વાર્ષિક 43.05 લાખનું ભારણ વધ્યું

    પાલિકામાં 11 વર્ષ અગાઉ કરાર આાધારિત નિમણૂક મેળવનાર ઇજનેરોના માસિક પગારમાં 5 હજારથી લઇ સાડા આઠ હજારનો વધારો કરવાની ભલામણને મંજૂરીની મહોર મળી છે. પાલિકામાં 2012માં નૂર્મ પ્રોજેક્ટમાં ડે.ઇજનેર, એડિ.આસિસ્ટન્ટ ઇજનેર, આસિ.ઇજનેરની માસિક ઉચ્ચક પગારથી નિમણૂક કરાઈ હતી. જે બાદ 2017માં તેમનાે પગાર વધારાયો હતો. પાલિકાના કાયમી કર્મીઓ માટે સાતમા પગાર પંચનો અમલ કરાયો છે, પણ ઉચ્ચક પગાર મેળવતા ઇજનેરોના પગારમાં વધારો ન હતો.

    આ સંજોગોમાં કરાર આધારિત ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેરને રૂા.8500નો, આસીસ્ટંટ ઇજનેરને રૂા.6250 અને એડી. આસી. ઇજનેરને 5 હજારનો વધારો આપવાની ભલામણ કરવામાં આવી હતી. જે મુજબ ડેપ્યુટી ઇજનેરને રૂા.43,750, આસિસ્ટન્ટ ઇજનેરને રૂા.31,250, એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેરને રૂા.25 હજાર માસિક ઉચ્ચક પગાર ચૂકવવાની રજૂ થયેલી દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી. આ પગાર વધારાથી પાલિકાની તિજોરી પર રૂા.43.05 લાખનું ભારણ વધશે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال