No results found

    અટલ બ્રિજના લોકાર્પણના સાડા ચાર માસ પછી પણ કામગીરી ચાલુ | Four and a half months after the launch of Atal Bridge, the work continues | Times Of Ahmedabad

    વડોદરા32 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • અઠવાડિયામાં 2 વખત બ્રિજનો કેટલોક ભાગ બંધ કરાતાં હાલાકી

    શહેરના સૌથી લાંબા ફલાય ઓવર અટલ બ્રિજના લોકાર્પણના સાડા ચાર મહિના પછી પણ કામ પૂરું થવાનું નામ લઇ રહી નથી. જેને કારણે સપ્તાહમાં બે દિવસ મધરાતે બ્રિજનો કેટલોક ભાગ બંધ કરતાં વાહનચાલકોને અગવડ પડે છે. 222 કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજનું 25 ડિસેમ્બરે લોકાર્પણ કરાયા બાદ હજુ પણ તેની કામગીરી ચાલુ છે. હાલ રોક સ્ટાર સર્કલ પાસે પાણી પુરવઠાનું કામ ચાલુ હોવાથી લોકોને ત્યાંથી પસાર થવામાં અગવડ પડી રહી છે.

    બીજી તરફ 6 જૂન સુધી બ્રિજ પર લિક્વિડ સિલકોટનું કામ ચાલુ રહેશે, તેને કારણે રેતી નખાઈ રહી છે. જેથી મધરાત પછી રસ્તો બંધ કરવો પડે તેવી હાલત ઊભી થઇ છે. બ્રિજ વિભાગના કાર્યપાલક ઇજનેર રવિ પંડ્યાએ કહ્યું કે, બ્રિજ પર રોડ સરફેસની જાળવણી થાય તે હેતુથી લિક્વિડ સિલકોટનું કામ કરાઈ રહ્યું છે. ઉનાળામાં આ કામ કરવું વધુ યોગ્ય છે. રાતે કોઇ વખત એક તરફ ભાગ બંધ કરાય છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال