‘મેરી લાઈફ, મેરા સ્વચ્છ શહેર’ નામનું અભિયાન શરૂ, માલધારીઓએ એનિમલ હોસ્ટેલની માગણી કરી; રસ્તા પર નડતર રૂપ 5 રેકડી/કેબીન જપ્ત | A campaign called 'Merry Life, Mera Swachh Shehr' was launched, the maldharis demanded animal hostels; Seizure of 5 racks/cabins on the road | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Campaign Called ‘Merry Life, Mera Swachh Shehr’ Was Launched, The Maldharis Demanded Animal Hostels; Seizure Of 5 Racks Cabins On The Road

રાજકોટ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ચાલી રહેલી રિકવરી ઝુંબેશ અંતર્ગત આજ રોજ સંતકબીર, કાલાવડરોડ સહિતના વિસ્તારોમાં બાકી વેરા સબબ 8 મિલકતોને સીલ કરવામાં આવી છે. જયારે વોર્ડ નં – 4, 5, 7 અને વોર્ડ નં – 14 તથા 15નાં વિસ્તારોમાં 96 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસો ફટકારવામાં આવી હતી અને આજે એક જ દિવસમાં બાકી વેરા પેટે 1.43 કરોડની રીકવરી કરવામાં આવી હતી.

RRR (રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાઈકલ સેન્ટર)નો આવતીકાલથી પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક નેટવર્કને પ્રોત્સાહન આપવા માટે ‘મિશન લાઈફ’ ની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત આગામી તા.5-6-2023 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ‘મેરી લાઈફ, મેરા સ્વચ્છ શહેર’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો અમલ કરતાં મનપા દ્વારા શહેરના 18 વોર્ડમાં ‘RRR’ (રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાઈકલ સેન્ટર)નો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવશે જેમાં લોકો પોતાની વપરાયેલી વસ્તુઓ જમા કરાવી શકશે.

બપોરે 1 વાગ્યા સુધી લોકો પોતાની જૂની વસ્તુઓ આપી શકશે
આ અંગે મેયર ડૉ. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસ સુધી લોકો પોતાની વપરાયેલી પ્લાસ્ટિકની વસ્તુઓ, જૂના પુસ્તકો, વપરાશ થઈ ગયેલા કપડા-બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ જમા કરાવી શકશે. આ માટે દરેક વોર્ડની વોર્ડ ઓફિસ ઉપર તા.5 જૂન સુધી સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી લોકો પોતાની વસ્તુઓ આપી શકશે. એકંદરે જૂની વસ્તુઓનો બહાર નિકાલ કરી પર્યાવરણને નુકસાન પહોંચતું અટકાવવા માટે દરેક નાગરિકે આ સેન્ટરનો વધુમાં વધુ લાભ લઇ પોતાની જૂની વસ્તુઓ આપવી જોઈએ. આ વસ્તુઓ જમા થયા બાદ મનપા દ્વારા તેનો ફરીથી ઉપયોગ થઈ શકે તે પ્રકારે તેની બનાવટ અથવા તો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે.

માલધારી સમાજની એનિમલ હોસ્ટેલ માટે માગ
રાજકોટ મહાનગરપાલિક કચેરી ખાતે આજે માલધારી સમાજના 100 જેટલા લોકો આવી પહોંચ્યા હતા અને અલગ અલગ માંગણીઓ અંગે તેમના દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આજે રજુઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઢોર પકડ પાર્ટી દ્વારા શહેરમાં રાત્રી દરમિયાન પણ ઢોરને પકડી જાવામાં આવે છે. ઢોરને આખો દિવસ બાંધી ને રાખવા યોગ્ય નથી તેમને રાત્રે છુટા મુકવાની મંજૂરી આપવામાં આવે કારણકે આખો દિવસ ઢોરને બાંધી શકાતા નથી અને આ સાથે નજીકમાં વધુ એનિમલ હોસ્ટેલની ફાળવણી કરવામાં આવે જેથી એનિમલ હોસ્ટેલ ખાતે ઢોરને બાંધી અને રાખી શકાય.

રસ્તા પર નડતરરૂપ 5 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેકડી કે કેબીન જેવી અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં રસ્તા પર નડતર રૂપ 5 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. જયારે 31 બોર્ડ-બેનર જલજીત હોલ રોડ, કબિરવન રોડ, ચંદ્રેશનગર રોડ, ક્રિસ્ટલ મોલ નજીક રોડ પરથી જપ્ત કરવામા આવ્યા છે.

Previous Post Next Post