5 લાખની લાંચ લેતા ઝડપાયેલા ઉમરગામ મામલતદારના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ | Court grants three-day remand of Umargam Mamlatdar caught taking bribe of Rs 5 lakh | Times Of Ahmedabad

વલસાડ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક જમીન વિવાદનો કેસ મામલતદારની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે કેસમાં ફરિયાદી તરફી ચુકાદો આપવા માટે ઉમરગામ મામલતદારે રૂ. 5 લાખની માંગણી કરી હતી. ફરિયાદી લાંચિયા મામતદારને લાંચ આપવા માંગતો ન હોવાથી ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. સુરત ગ્રામ્ય ACBની ટીમે લાંચનું છટકું ગોઠવી ઉમરગામ મામતદાર કચેરીમાં મામલતદારને રૂ.5 લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડયા હતા. તે કેસમાં વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટમા મામલતદારને રજૂ કરી વલસાડ ACBની ટીમે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની જમીનમાં વારસાઇ કરાવવા માટે અરજી કરી હતી. તે જમીનમાં થર્ડ પાર્ટીનો દાવો ઉમરગામ મામલતદારની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે જમીનમાં વારસાઇ કરાવવા તકરારી મેટર બની હતી. જે તકરારી મેટરનો નિકાલ કરવા થર્ડ પાર્ટીનો ચાલી આવતો દાવો ફરીયાદીનાં તરફેણમાં હુકમ કરવા માટે ઉમરગામ મામલતદારે રૂ.5 લાખની માંગણી કરી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. ફરીયાદી એ ઉમરગામ મામલતદાર વિરુદ્ધ ACBમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે આજરોજ સુરત રૂરલ ACBની ટીમે લાંચના છટકુ ગોઠવ્યું હતું. આ કામનાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ઉમરગામ મામલતદાર કચેરી ખાતે ACBએ ગોઠવેલા લાંચના છટકામાં ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયા રૂ.5 લાખની લાંચ સ્વીકારી સ્થળ ઉપર પકડાય ગયા હતા.

વલસાડ ACBની ટીમે ઉમરગામ મામલતદાર ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ એમ પી પુરોહિતે લાંચિયા ઉમરગામના મામલતદારને 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. વલસાડ ACBની ટીમે ઉમરગામ મામલતદારના 3 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post