ગાધીનગર મનપા કમિશનર મોર્નિંગ વોક કરતા કરતા સેકટર-5ના બગીચામાં પહોંચી ગયા, સિનિયર સિટીઝનો પાસેથી નગરની સમસ્યા અંગે માહિતી મેળવી | Gadhinagar Municipal Commissioner reached the garden of Sector-5 while taking a morning walk, got information from the senior citizens about the problems of the town. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gadhinagar Municipal Commissioner Reached The Garden Of Sector 5 While Taking A Morning Walk, Got Information From The Senior Citizens About The Problems Of The Town.

ગાંધીનગર11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

તાજેતરમાં ગાંધીનગર શહેરની સરપ્રાઈઝ વિઝિટ કર્યા પછી આજે મ્યુનિસિપલ કમિશ્નર જે એન વાઘેલા પત્ની સાથે મોર્નિંગ વોક કરતાં કરતાં સેકટર – 5 ના બગીચામાં પહોંચી ગયા હતા. સામાન્ય વ્યક્તિની માફક બગીચામાં પહોંચેલા કમિશ્નરએ સીનીયર સીટીઝનો સાથે સીધો વાર્તાલાપ કરીને નગરની સમસ્યાઓ જાણીને એક યાદી તૈયાર કરી સત્વરે ઘટતી કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નર જે એન વાઘેલાની કામ કરવાની સ્ટાઈલથી મનપા તંત્ર સફાળું દોડતું થઇ ગયું છે. તાજેતરમાં અચાનક કમિશ્નર દ્વારા શહેરની સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી. જેમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો, ગંદકી, ટ્રાફિકની સમસ્યા જોઈને તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓનો ઉધડો લઈ લેવામાં આવ્યો હતો.

એક તરફ શહેરને સ્વચ્છ – સુંદર બનાવવા માટે સ્માર્ટ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં વકરી રહેલ ગેરકાયદેસર દબાણોની સામે કડક કાર્યવાહી કરવાના કમિશ્નરે આદેશો આપતાં જ દબાણ તંત્ર દોડતું થઇ ગયું છે. જો કે તંત્ર દ્વારા વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાની ફરિયાદ મળતાં કમિશ્નર જાતે જ કામગીરીનું મોનીટરીંગ કરવા લાગ્યા છે.

તંત્રની કાગળ પરની કામગીરીનું નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશ્નર આજે વહેલી સવારે પણ પત્ની સાથે મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા હતા. અને સેકટર – 5 ખાતેના બગીચામાં સિનિયર સીટીઝનો સાથે હળવા મુડમાં શહેરની સમસ્યાઓનો તાગ મેળવી લીધો હતો.

આ સરપ્રાઈઝ વિઝિટ અંગે શહેર વસાહત મહા સંઘનાં પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ કહ્યું હતું કે, આજે સવારે ખુદ મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલા બગીચામાં આવી પહોંચ્યા હતા. આથી અહીં કામ કરતાં કર્મચારીઓને એજન્સી દ્વારા સમયસર મહેનતાણું તેમજ સેકટર – 5 સહીતના બગીચાઓમા અપૂરતી સુવિધાઓ હોવાની રજૂઆત કરી હતી. ઉપરાંત શહેરમાં ગેરકાયદેસર દબાણો, ઠેર ઠેર ગંદકી તેમજ સમસ્યા અંગે પણ તેમને રજૂઆત કરાઈ હતી.

વહેલી સવારે જ કમિશ્નર દ્વારા હળવાશ મુડમાં તમામ સમસ્યા જાણીને સત્વરે તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની તૈયારી દર્શાવી હતી. બાદમાં બગીચામાં ચાલતાં યોગાભ્યાસની પ્રવૃતિને પણ કમિશ્નર દ્વારા બિરદાવવા આવી હતી. આમ શહેરની સમસ્યાઓના નિરાકરણ અર્થે ખુદ મ્યુનિસિપલ કમિશ્નર જે એન વાઘેલા ગાંધીનગરના સ્થળોની સરપ્રાઈઝ વિઝિટ તંત્ર દ્વારા કરાતી કામગીરીનું સીધું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.