- Gujarati News
- Local
- Gujarat
- Panchmahal
- Godhra Municipal Employees Are Not Getting Paid, The Situation Has Become Dire, If They Are Not Paid In 5 Days, There Is A Threat Of Agitation.
પંચમહાલ (ગોધરા)9 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર અને કાયમી સફાઈ કામદારોને છેલ્લા ત્રણ માસથી ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા પગાર ન આપવાના કારણે સફાઈ કામદારોની હાલત કાફોડી બની ગઈ છે. જેથી આજરોજ અખિલ ગુજરાત જનરલ મજદૂર સંઘના યુનિયનની આગેવાની હેઠળ ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસર સહિત આસિસ્ટન્ટ લેબર કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જે 5 દિવસમાં પગાર આપવા નહીં આવે તો માટે આગામી દિવસોમાં ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આજરોજ ગોધરા નગરપાલિકા કચેરી ખાતે ફરજ બજાવતા 408 જેટલા રોજમદાર કાયમી સફાઈ કામદારોને ભેગા મળીને છેલ્લા ચાર માસથી પગાર સહિત છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કર્મચારી ઓને એપાઈમેન્ટ લેટર, ઓળખ પત્ર ,તેમજ હક રજા, હક ,રજાનું અંગેનું કાર્ડ હાજરીકાર્ડ ચૂકવવામાં આવ્યું નથી. માટે લઘુત્તમ વેતન મુજબ છેલ્લા ત્રણ માસનો પગાર 5 દિવસમાં ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉપર જઈને અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતારવાની લેખિતમાં રજૂઆત અખિલ ગુજરાત મજદૂર સંઘ દ્વારા ગોધરા નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી હતી.
અખિલ ગુજરાત જનરલ મજદૂર દ્વારા આસિસ્ટન્ટ લેબર કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોની બાબતે અવાર નવાર આપણી કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આપણી કચેરી દ્વારા આ બાબતે યોગ્ય નિરાકરણ લેવામાં આવ્યું નથી. જેથી યુનિયન સફાઈ કામદારોને સાથે રાખીને આપણી વિરુદ્ધ આપને વ્યક્તિગત પક્ષકાર બનાવીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવાની ફરજ પડશે. તેમજ કોઈપણ કર્મચારીની નોકરીમાં તકલીફો ઉપસ્થિત થાય તો તેની તમામ જવાબદારી આપણી રહેશે. તેવી રજૂઆત અખિલ ગુજરાત જનરલ મઝદૂર સંઘ દ્વારા આસિસ્ટન્ટ લેબર કમિશનર અધિકારીને કરવામાં આવી હતી.
આ બાબતે આસિસ્ટન્ટ લેબર કમિશનર અધિકારી એમ. જે.સોનીએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકામાં જાન્યુઆરી 2023 સુધી પગાર સફાઈ કર્મીઓને ચૂકતે કર્યો છે. જ્યારે ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી પગાર નગરપાલિકાએ આજ દિન સુધી સફાઈ કામદાર પવડી,ખાતાનાં કર્મચારીઓને ચૂકવવામાં આવ્યા નથી. જ્યારે અગાઉ જાન્યુઆરી 2023 જે પગાર સફાઈ કામદારોને ચૂકવવામાં આવ્યો હતો તે અત્રેની કચેરી દ્વારા નગરપાલિકાને નોટિસ પાઠવવામાં આવી હતી તેના કારણે તાત્કાલિક પગારની ચુકવણું કરવામાં આવ્યું હતું .જ્યારે ફેબ્રુઆરીને માર્ચ માટે અમારા લેબર ઓફિસરે સ્થળ તપાસ કરી નોટિસ આપી છે. જ્યારે સદર સંસ્થા છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે . જેના ઉપર અમે ડાયરેક્ટ ક્રિમિનલ કેસ કરી શકતા નથી. જેથી અમારા વિભાગની મંજૂરી લેવી પડશે પડે છે .જ્યારે ફેબ્રુઆરી અને માર્ચની અલગ દરખાસ્ત કરી છે .અને જે એપ્રિલનો પગાર છે એ મે મહિનામાં ચૂકવવા પાત્ર છે તેના માટે અમે અહીં નોટીસ નગરપાલિકા તંત્રને આપેલી છે.