Sunday, May 7, 2023

મહેસાણાના તાવડીયા રોડ પર ઘરે જતી મહિલાને અજાણ્યા બે ઈસમોએ બેભાન કરી 50 હજાર કિંમતના દાગીના સેરવી લીધા | On Tawadia Road, Mehsana, two unidentified men knocked a woman unconscious and robbed her of jewelry worth 50,000. | Times Of Ahmedabad

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં તાવડીયા રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા તાવડીયા રોડ પર રીક્ષામાંથી ઉતરી ઘરે જતી હતી એ દરમિયાન અજાણ્યા બે ઈસમોએ મહિલા પાસે ઘરે જવા 100 રૂપિયા ભાડું માગ્યું હતું. બાદમાં મહિલાએ ભાડું ન આપતા ઈસમોએ મહિલાનો પીછો કરી રૂમાલમાંથી કોઈ પદાર્થનો છટકાવ કરી બેભાન કર્યા બાદ મહિલાએ પહેરેલ દાગીના સેરવી લીધા હતા.

મહેસાણા શહેરમાં તાવડીયા રોડ પર આવેલ બાલાજી રેસિડેન્સીમાં રહેતા કપીલાબેન સોલંકી પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતા સંબંધીના ઘરે મળવા ગયા હતા. બાદમાં રિક્ષામાં બેસી પોતાના ઘરે જવા તાવડીયા રોડ પર ઉતરી ચાલતા જતા હતા. એ દરમિયાન અજાણ્યા 20 અને 25 વર્ષના બે ઈસમો મહિલા પાસે આવી ને કહ્યું કે ” અમારે વડોદરા જવું છે શેઠિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા છે જેથી તમે 100 રૂપિયા ભાડું આપો” જોકે, મહિલા એ પોતાની પાસે પૈસા નથી એમ કહી પોતાના ઘર તરફ જતી હતી એ દરમિયાન ઈસમો મહિલાની નજીક આવી રૂમાલ કાઢી ખખેરવા લાગ્યા જેથી મહિલા બે ભાન થઈ ગઈ હતી.

મહિલા ઢળી પડતા બે ઈસમોએ મહિલાના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને શેરો કાઢી ફરાર થઇ ગયા હતા. મહિલાને બાદમાં ભાન આવતા તપાસ કરતા કાનમાં પહેરેલ દાગીના જોવા મળ્યા નહોતા. જેથી ઘરે જઈને પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. બાદમાં મહેસાણા એ ડિવિઝનમાં અજાણ્યા ઈસમો સામે 50 હજાર કિંમતના દાગીના સેરવી લેવા મામલે ફરિયાદ નોંધાવી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.