ધાનપુરના ભોરવામાં 500 રુની તકરારમાં એક વ્યક્તિના હત્યારાને આજીવન કારાવાસ,લીમખેડાના ત્રીજા એડી.જજનો ચુકાદો | Life imprisonment for the killer of a person in a dispute over Rs 500 in Bhorwa, Dhanpur, judgment of the 3rd AD Judge of Limkheda | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Life Imprisonment For The Killer Of A Person In A Dispute Over Rs 500 In Bhorwa, Dhanpur, Judgment Of The 3rd AD Judge Of Limkheda

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાની લીમખેડાની કોર્ટ દ્વારા એક પછી એક ઐતિહાસિક ચુકાદાઓને પગલે આરોપીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે વધુ એક ચુકાદાને પગલે કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો. જેમાં વર્ષ 2021માં ધાનપુર તાલુકાના ભોરવા ગામના એક હત્યાના આરોપીને ત્રીજા એડીશનલ સેશન્સ જજ, લીમખેડાની કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સાથે સાથે રૂા. 10 હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

કુહાડીના ઘા મારતા ઘટના સ્થળેજ મોત થયુ હતુ
ગત તા.17 જુલાઇ 2021ના રોજ ધાનપુર તાલુકાના ભોરવા ગામે નિશાળ ફળિયામાં રહેતો જુવાનસિંહ ઉર્ફે જનીયાભાઈ બારીયાએ માત્ર પાંચસો રૂપીયાની લેવડ દેવડ મામલે ગામમાં રહેતાં કાળુભાઈ રતાનભાઈ બારીયા સાથે ઝઘડો તકરાર કરી હતી. જુવાનસિંહે આવેશમાં આવી કાળુભાઈના માથાના ભાગે લોખંડના સળીયા અને કુહાડીના ઉપરા છાપરી ઘા મારી દેતાં કાળુભાઈનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

મૃતક ની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
આ સંબંધે જે તે સમયે મૃતક કાળુભાઈની પત્નિ જશુબેન કાળુભાઈ બારીયાએ ધાનપુર પોલીસ મથકે આરોપી જુવાનસિંહ ઉર્ફે જનીયાભાઈ બારીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ લીમખેડાની ત્રીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આ કેસનો ચુકાદો આવ્યો હતો. જેમાં હત્યાના આરોપી જુનાવસિંહ ઉર્ફે જનીયાભાઈ બારીયાને આજીવન કેદની સજા સાથે સાથે રૂા. 10 હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.

Previous Post Next Post