5000 ટ્રાન્સપોર્ટેશન વાહનોનો ટેક્સ નહીં ભરાતા બ્લેક લિસ્ટમાં મુકાયા | 5000 transportation vehicles blacklisted for not paying tax | Times Of Ahmedabad

ગાંધીનગર9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • માલિકોએ રૂપિયા 10.22 કરોડનો બાકી ટેક્સ ન ભરતાં કાર્યવાહી કરાઇ

જિલ્લાના 5000 જેટલા ટ્રાન્સપોર્ટેશન વાહનોના માલિકોએ રૂપિયા 10.22 કરોડનો ટેક્ષ ભર્યો નથી. આથી આવા વાહનોને આરટીઓ દ્વારા બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે. જો વાહન માલિકો દ્વારા ટેક્ષ ભરવામાં આવશે તો જ બ્લેક લીસ્ટમાંથી વાહનોને દૂર કરવામાં આવશે. જોકે ટ્રાન્સપોર્ટેશન વાહનોનો એકથી છ વર્ષનો ટેક્સ ભરવાનો બાકી છે.રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટેશન વાહનો પાસેથી વાર્ષિક કે માસિક ટેક્ષ લેવામાં આવે છે. જોકે વાહન માલિકોએ આ ટેક્ષ આરટીઓ કચેરીમાં ભરવાનો હોય છે.

જોકે જિલ્લાની એઆરટી કચેરીમાં ટ્રાન્સપોર્ટેશન માટે રજિસ્ટ્રેશન થયેલા અંદાજે 5000 વાહનોના માલિકોએ વાહન વ્યવહાર વિભાગે નિયત કરેલો ટેક્ષ ભર્યો જ નથી. જેને પરિણામે આવા ટ્રાન્સપોર્ટેશન વાહનોના માલિકો સામે આરટીઓ કચેરીએ લાલઆંખ કરી છે. આ અંગે જિલ્લા એઆરટીઓ કચેરીના ઇન્ચાર્જ એઆરટીઓ એ.એ.પઠાણે જણાવ્યું છે કે ટ્રાન્સપોર્ટેશનમાં ફરતા ગુડઝ વાહનો માટે નિયત કરેલો ટેક્ષ વસુલવામાં આવે છે. જોકે છેલ્લા છ વર્ષ સુધીમાં જિલ્લાના 5000 જેટલા ટ્રાન્સપોર્ટેશન વાહનોના માલિકો દ્વારા ટેક્ષ ભરવામાં જ આવ્યો નથી. આથી બાકી ટેક્ષની રકમ રૂપિયા 10.22 કરોડ જેટલી થવા જાય છે.

આથી એઆરટીઓ કચેરીમાં નોંધાયેલા અને ટેક્ષ નહી ભરેલા ટ્રાન્સપોર્ટેશન 5000 વાહનોને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત આરટીઓ ઇન્સ્પેક્ટરોને સુચના આપીને માર્ગ ઉપર દોડતા આવા ટ્રાન્સપોર્ટેશન વાહનોની તપાસ કરવાની સુચના આપી છે. જે ટ્રાન્સપોર્ટેશન વાહનનો ટેક્ષ બાકી હોય તેની સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવા સુચના આપી છે. ઉપરાંત ટેક્ષ નહી ભરેલા ટ્રાન્સપોર્ટેશન વાહનોનું વેચાણ તેમજ ટ્રાન્સફર સહિતની કામગીરી નહી કરવાનો એઆરટીઓ સૂચના આપી છે.વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટેશન વાહનો પાસેથી વાર્ષિક કે માસિક ટેક્ષ લેવામાં આવે છે. જોકે વાહન માલિકોએ આ ટેક્ષ આરટીઓ કચેરીમાં ભરવાનો હોય છે.

Previous Post Next Post