الخميس، 18 مايو 2023

થરાદ પોલીસે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી 53 વાહનચાલકો પાસેથી 28 હજારના દંડની વસૂલાત કરી | Tharad police conducted a checking campaign and collected a fine of 28 thousand from 53 motorists. | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટ્રાફિક નિયમને લઈ થરાદ પોલીસ એક્શનમાં આવી છે. થરાદમાં પોલીસ દ્વારા વાહનચેકીગની ઝુબેશ રાખી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા ચાલકો 45, બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકો 7, શીટ બેલ્ટ વગરના વાહન ચાલક 1 ને કુલ 28000 વસુલ કરવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ અકસ્માતના ગંભીર પ્રકારના બનાવો ન બને અને લોકોમાં ટ્રાફીકની જાગૃતિ આવે તે સારૂ વાહનચેકીગની ઝુંબેશ હાથ ધરવા સુચના કરેલ માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ શહેરમાં વાહનચેકીંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ,લાયસન્સ વગર,બ્લેક ફિલ્મ,શીટ બેલ્ટ સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી દંડ વસુલ કરવામાં આવ્યો છે. જેમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા ચાલકો-45 જેમની પાસેથી 24000 રૂપિયા તેમજ બ્લેક ફિલ્મ વાળા વાહન ચાલકો-7 જેમની પાસેથી કુલ 3500 રૂપિયા તેમજ શીટ બેલ્ટ વગરના વાહન ચાલકો-1 એન.સી સ્થળ દંડ -56 કરીને દંડ પેટે 28000 વસુલ કરવામાં આવ્યા હતા અને એક વાહન ડિટેઈન કરવામાં આવેલ છે.

આ ઝુબેશ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી વાકેફ કરી નિયમોનુ પાલન કરવાની સમજ કરેલ થરાદ તાલુકાના તમામ દ્વિ ચક્રી વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તેમજ ફોર વ્હીલર વાહન ચાલકોને શીટ બેલ્ટ પહેરવાની પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ જે ટ્રાફિક જાગૃતિના અલગ અલગ જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.