સફાઈ કામદારોની ભરતી મુદ્દે ધરણાની મંજૂરી ન મળતા વાલ્મિકી સમાજનાં લોકો CP ઓફીસે પહોંચ્યા, ઘર્ષણ બાદ મામલો થાળે પડ્યો | People of Valmiki community rushed to the CP office after not being allowed to sit on the issue of recruitment of scavengers, the matter was settled after the clash. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • People Of Valmiki Community Rushed To The CP Office After Not Being Allowed To Sit On The Issue Of Recruitment Of Scavengers, The Matter Was Settled After The Clash.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ કોર્પોરેશનમાં સફાઈ કામદારોની કાયમી ભરતી અંગે વાલ્મિકી સમાજ દ્વારા ઘણા સમયથી રજૂઆતો કરાઈ રહી છે. જો કે, આ મુદ્દે કોઈ પગલાં નહીં લેવાતા વાલ્મિકી સમાજ દ્વારા ધરણાની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ, બે-બે વખત આ મંજૂરી ફગાવી દેવામાં આવી હોવાથી આજે રાજકોટ કામદાર યુનિયનના હોદ્દેદારો અને કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં પોલીસ કમિશ્નર કચેરીએ દોડી ગયા હતા. જ્યાં અંદર જવાના પ્રશ્ને પોલીસ સાથે ઘર્ષણ થતાં થોડીવાર માટે વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, અંતે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓએ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. બંને હોદ્દેદારો દ્વારા પોતાની રજૂઆત કરવામાં આવી હતી.

કામદાર યુનિયન દ્વારા અરજી ફગાવતા વાલ્મિકી સમાજમાં રોષ
પ્રાપ્ત વિગતો મુજબ વાલ્મીકિ સમાજ દ્વારા કામદાર યુનિયનના નેજા હેઠળ 26 વર્ષ જૂના પ્રાણપ્રશ્ન એવા સફાઈ કામદારની ભરતી તેમજ સંપૂર્ણ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે ગત તા.12મેના રોજ પ્રતીક ઉપવાસ માટેની મંજૂરી માંગવામાં આવી હતી. જો કે, તે મંજૂરી ટ્રાફિકને ખલેલરૂપ સાબિત થશે તેમ કહી ફગાવી દેવામાં આવી હતી. આ પહેલા કામદાર યુનિયન દ્વારા ગત 20 એપ્રિલે માંગેલી મંજૂરી બાદ ફરી આ મંજૂરી ફગાવવામાં આવતા વાલ્મિકી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી અને સમાજને અન્યાય થઈ રહ્યો હોવાના આરોપ સાથે મોટી સંખ્યામાં સમાજનાં લોકો પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસ સાથે ઘર્ષણ બાદ અંતે રજૂઆત કરવા દેવામાં આવી હતી.

વેરાવિભાગે 12 મિલકતો સીલ કરી 2.10 કરોડ વસુલ્યા
રાજકોટ કોર્પોરેશન દ્વારા બાકી વેરાની રિકવરી માટેની ઝુંબેશ યથાવત છે. જેમાં આજે 12 મિલ્કતો સીલ કરવા ઉપરાંત 34 મિલકતોને ટાંચ-જપ્તી નોટીસ આપવામાં આવી હતી અને 2.10 કરોડની રીકવરી કરવામાં આવી છે. વેરા વસુલાત શાખાના જણાવ્યા મુજબ વોર્ડ નં-4 માં બે આસામી પાસેથી 32,529 રુપિયાની રિકવરી કરવા ઉપરાંત કૂવાડવા રોડ તથા સદગુરૂનગરમાં 7 આસામીને નોટીસ આપવામાં આવી છે. વોર્ડ નં-5માં બ્રાહ્મણીયાપરામાં એક આસામીની મિલકત સીલની કાર્યવાહી કરતા 1.41 લાખ તથા કુવાડવા રોડ પર આવી જ કાર્યવાહીમાં 1.63 લાખ વસુલાયા હતા. જ્યારે રણછોડનગરમાં ત્રણ આસામીને નોટીસ અપાઈ હતી. વોર્ડ નં-7માં વિદ્યાનગર મેઈન રોડ પર બે તથા વિવેકાનંદ રોડ પરનાં કોમ્પ્લેકસમાં એક આસામીને નોટીસ આપવામાં આવી હતી. વોર્ડ નં-8માં નંદલાલ કોમ્પ્લેકસમાં બે આસામી તથા મહાલક્ષ્મી કોમ્પ્લેકસમાં એક આસામી તથા નાનામવા રોડ પર એક આસામી સામે સીલની કાર્યવાહી કરાતા સવા લાખથી વધુની રકમ ચુકવી દીધી હતી. કાલાવડ રોડ પર એક યુનિટ સીલ કરવામાં આવ્યુ હતું.

મનપા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કાલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ
રાજકોટ મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નર્સરીમાં એડમીશન પ્રક્રિયા શરૂ થઇ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની શ્રી રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમુકુંદ સોસા., સાધુ વાસવાણી માર્ગ, ડૉ. હોમી જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ગોપાલ ડેરી પાછળ, દુધ સાગર માર્ગ, કવિ શ્રી નર્મદ અંગ્રેજી માધ્યમ શાળા, 3/9 ગાયત્રીનગર બોલબાલા માર્ગ ખાતે આવેલ શાળાઓમાં નર્સરીમાં એડમીશન માટેના ફોર્મ તા. 19-5 શુક્રવારથી તા.26-5 શુક્રવાર સુધી દરરોજ સવારના 11 થી 2 સુધી અને સાંજે 3.30 થી 5.30 સુધીનો રહેશે.

أحدث أقدم