અમદાવાદમાં 550 કરોડના ખર્ચે બનેલા રોડની વિપક્ષે માહિતી માગી, 1 અઠવાડિયામાં નહીં મળે તો આંદોલન થશે | The opposition asked for information about the road built at a cost of Rs. 550 crore in the city, if they get it in 1 week, there will be a movement. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Opposition Asked For Information About The Road Built At A Cost Of Rs. 550 Crore In The City, If They Get It In 1 Week, There Will Be A Movement.

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં બનાવવામાં આવેલા રોડ-રસ્તાઓની કામગીરી અંગેની માહિતી વિપક્ષ કોંગ્રેસ દ્વારા માગવામાં આવી છે. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, 1 એપ્રિલ 2022થી 27-3-2023 સુધીમાં 880 કરોડના 705 રોડ બનાવવામાં આવનાર હતા જેમાં 512 રોડની કામગીરી પૂર્ણ કરી છે. ત્યારે બનાવેલા રોડ ક્યારે બન્યા, કેટલી લંબાઇ પહોળાઇના રોડ છે, કયા કોન્ટ્રાકટરે બનાવ્યા, રોડના ટેન્ડર અંદાજ કરતાં કેટલી વધુ/ઓછી અને કેટલી રકમનું આવ્યું તેની વિગતવાર માહીતી 22 મે 2023 સુધીમાં મળે તે રીતે આપવા કમિશનર અને મેયર સમક્ષ પત્ર લખી માગ કરીએ છીએ. આ બાબતે કોઇપણ પ્રકારની માહિતી નહિ અપાય અથવા વિલંબ કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી કમિશનર તથા મેયરની રહેશે.

હાલ 512 રોડના 554.35 કરોડના કામો પૂર્ણ થયા
અમદાવાદ શહેરમાં 1 એપ્રિલ 2022થી 27-3-2023 સુધીમાંવા બનાવેલ રોડની અપાયેલી માહીતી મુજબ કુલ 705 કરોડના વિવિધ કામો જેવા કે રીસરફેસ, વાઇડનીગ+ રીસરફેસ, બેઝવર્ક+રીસરફેસના કામોના કુલ 880 કરોડના કામો કરવાના હતાં તે પૈકી હાલ 512 રોડના 554.35 કરોડના કામો પૂર્ણ થયા છે. 207 રોડના 330.02 કરોડના કામો પ્રગતિમાં છે. ગત વર્ષના 880.60 કરોડના કામો તથા હમણાં થોડા સમય પહેલાં રોડના મંજુર કરાયેલા 641 કરોડ તેમજ હાલમાં મંજુર કરેલ 405 કરોડ તથા વ્હાઇટ ટોપિગ રોડ બનાવવા બાબતના 200 કરોડના કામો મળી કુલ 1246 કરોડ તથા અગાઉના રોડના 880 કરોડ મળી કુલ 2132.86 કરોડના રોડના કામો છે.

Previous Post Next Post