આણંદ4 કલાક પહેલા
- કૉપી લિંક
વિદ્યાનગર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન કરમસદમાં મોડી રાત્રે મોટે મોટે ડીજે વાગતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે ડીજે માલિક સહિત બે શખસની ધરપકડ કરી રૂ.સાડા પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહીતી મુજબ હાલ લગ્નની મૌસમ ચાલતી હોઈ પ્રસંગ પરિવારો આનંદ ઉલ્લાસથી પ્રસંગને ઉજવે છે.આ પરિસ્થિતિ માં હવે બેન્ડવાજા ના સ્થાને ડીજે નું ચલણ વધ્યુ છે.જોકે પોલીસ દ્વારા જાહેરનામાનો ચુસ્ત અમલ કરાવવામાં આવતો હોઈ પ્રસંગ પરિવારોમાં રંગમાં ભંગ પડતો હોઈ ભારે હતાશા વ્યાપી છે.
વિદ્યાનગર પોલીસના કોન્સ્ટેબલ મિલનસિંહ સહિતની ટીમ 12મી મેના રોજ નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કરમસદની ખોડીયાર વાડી પાસે મોટા અવાજે ડીજે વાગતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે સ્થળ તપાસમાં લગ્ન પ્રસંગ ચાલુ હતો અને ટ્રેક્ટર નં.જીજે 23 બીએલ 9211 તથા ટ્રોલીમાં ફિટ કરેલા મોટા મોટા સ્પીકર મુકી ડીજે માલિક કોણ છે ? તે બાબતે પુછતા ડીજેના ઓપરેટર કમલેશ જયંતી સોલંકી (રહે. બોરસદ) હોવાનું જણાવ્યું હતું અને હરમાનભાઈ બાબુભાઈ ભોઇની દિકરીનું લગ્ન હોવાથી ડીજે ભાડેથી રાખી મોડી રાત સુધી વગાડવાની સુચના જગદીશ ધુળા ભોઇ (રહે. વત્રા)એ આપી હોવાનું જણાવ્યું હતું. આ મોટે મોટેથી વાગતા ડીજે પર મહેમાનો રાસ ગરબા કરતા હતા. આથી, પોલીસે સ્થળ પર જ કાર્યવાહી કરતાં ડીજે સંચાલક કમલેશ જયંતી સોલંકી અને જગદીશ ધુળા ભોઇ સામે ગુનો નોંધી ટ્રેક્ટર, ટ્રોલી અને સ્પીકર સહિત કુલ રૂ.5.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.