અમદાવાદ30 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદમાં આજે સમસ્ત મોદી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયુ હતું. શાહીબાગના સરદાર પટેલ સ્મારકમાં યોજાયેલા સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના ભાઈ અને સમાજના આગેવાન સોમાભાઈ મોદી અને પૂર્વમંત્રી પૂર્ણેશ મોદી હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું કે, 56 વર્ષના શાસનમાં કોંગ્રેસે OBC સમાજની અવગણના જ કરી છે. પૂર્ણેશ મોદી સમાજ અને પીએમના અપમાનની લડાઈ મજબૂતથી લડ્યા છે.
કોંગ્રેસે OBC સમાજને કઈ આપ્યું જ નથી: શાહ
અમિત શાહે જણાવ્યું હતું કે, પૂર્ણેશભાઈએ એક લડાઈ મજબૂતીથી લડી છે. કોઈ વ્યક્તિનું કોઈ અપમાન કરે એ નાની વાત નથી. પીએમનું અપમાન સમાજ અને દેશનું અપમાન છે. પૂર્ણેશ ભાઈએ લડેલી લડાઈ માટે અભિનંદન છે. કોંગ્રેસના શાસનમાં દેશમાં OBCનું સન્માન થયું નથી. કોંગ્રેસે OBC સમાજને કઈ આપ્યું જ નથી.

મોદીજીએ સન્માન આપવાનું કામ કર્યું
આઝાદી બાદ કોંગ્રેસે OBC સમાજને અપમાનિત, પ્રતાડિત કરવાનું કામ કર્યું છે. મોદીજીએ સન્માન આપવાનું કામ કર્યું છે. OBC સમાજથી પીએમ મળ્યા છે. OBC કમિશનને સંવૈધનિક દરજ્જો આપ્યો, કેન્દ્રમાં 27 મંત્રી ભાજપે આપ્યા. કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયમાં ભાજપે રિઝર્વેશન આપ્યું. OBCની સૂચિમાં સંશોધનની શરૂઆત ભાજપે કર્યું. કોંગ્રેસે 56 વર્ષ સુધી OBC માટે કાંઈ ના કર્યું, એ મોદીજીએ 9 વર્ષમાં કર્યું.

બધાને એક કરવા બદલ સોમભાઈને અભિનંદન
હું અહીંથી જ સાંસદ છું, તમે મારા મતવિસ્તારમાં આવ્યા છો, તમારું સ્વાગત કરું છું. પાર્ટીમાં અધ્યક્ષ હતો અને આજે પણ બધેય ફરતો રહ્યો છું. તેલી, રાઠોડ, મોદી કોઈના મળ્યું હોય એવું બન્યું નથી. બધાને એક કરવા બદલ સોમભાઈને અભિનંદન આપું છું. યુપીમાં કામ કરતો ત્યારે રામ નારાયણજીને મળતો, ત્યારે એ કહેતા ગામમાં એક તેલીને સાથે લો, અડધું ગામ સાથે આવી જશે. તમામ ટુકડામાં વિખેરાયેલા એક સાથે દેખાય ત્યારે ફાયદો દેશને થાય.