ભાવનગર7 કલાક પહેલા
- કૉપી લિંક
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ ઘટે તે માટે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં ફ્રુટ માર્કેટ, શાક માર્કેટ તથા કોમર્શીયલ વિસ્તારમાં કુલ 32 લારી, ગલ્લા, પાથરણાવાળાઓ, દુકાનદારો પાસેથી અંદાજીત 57 કિલોગ્રામ પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરીને કુલ રૂ.14,500 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
78 સ્થળોએ ચેકીંગ કર્યું
જાહેરમાં ગંદકી કરતા અને ડસ્ટબીન નહી રાખતા કુલ 21 આસામીઓને દંડિત કરીને કુલ રૂપિયા 10,500નો દંડ કરવામાં આવેલ તેમજ શહેરમાં સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા 78 સ્થળોએ ચેકીંગ કરી રજકો વેચતા 2 આસામીઓ પાસેથી 196 રજકાના પૂળા જપ્ત કરીને દંડ વસુલ કરવામાં આવેલ.
કચરો ગમે તે જગ્યાએ નાખવો નહીં
આમ શહેરીજનોને શહેરની સ્વચ્છતા જાળવવા અને શહેરમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહી કરીને કાપડની થેલી ઇકો ફેન્ડલી બાયોડીનેબલ બેગનો ઉપયોગ કરવા અને શિવાજી સર્કલ ભાવનગર મહાનગરપાલિકાના શોપીંગ સેન્ટરમાં યુ.સી.ડી. વિભાગ દ્વારા સંચાલીત દુકાનેથી કાપડની થેલી મેળવવા તેમજ કચરો ગમે તે જગ્યાએ નહી નાખીને ડસ્ટબીન તેમજ ટેમ્પલ બેલમાં જ નાખવા માટે મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.