નજીવી તકરારમાં સાળાએ બનેવીને ચપ્પુનાં 6 ઘા માર્યા; ઈકો ગાડીમાં લઈ જવાતા અંગ્રેજી દારૂ, બિયર સાથે 2 ઝડપાયા | Brother-in-law stabbed Banvi 6 times with a paddle in a petty dispute; 2 were caught with English liquor, beer being carried in eco cart | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Brother in law Stabbed Banvi 6 Times With A Paddle In A Petty Dispute; 2 Were Caught With English Liquor, Beer Being Carried In Eco Cart

નર્મદા (રાજપીપળા)22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાળાએ બનેવીને ચપ્પુનાં 6 ઘા માર્યા…
રાજપીપળા શહેરનાં સિંધિવાડ વિસ્તારમાં રહેતા એક ઈસમ પર તેનાજ સાળાએ નજીવી બાબતે ચપ્પુનાં ઘા મારી જીવલેણ હુમલો કરવાની ઘટના બનતા લોકટોળા એકઠા થયાં હતાં. ત્યારબાદ ઇજાગ્રસ્તને રાજપીપળા સિવિલમાં લઈ જવાયો હતો.

મળતી માહિતી અનુસાર રાજપીપળા સંધિવાડ વિસ્તારમાં રહેતા સમીરખાન નાશિરખાન બલુચને તેમના પત્ની સાઈમાંબાનું સાથે લગ્નમાં વડોદરા જવા બાબતે નજીવી બોલાચાલી થયા બાદ રિસાયેલી પત્નીએ તેમના ભાઈ સાકીર અયુબભાઇ સિંધીને ફોન કરી રાજપીપળા તેની સાસરીમાં બોલાવતા તેણે રાજપીપળા આવી પોતાના બનેવી સમીર ખાન સાથે માથાકુટ કરી ઝપાઝપી કર્યા બાદ ઉશ્કેરાયેલા સાળાએ સાથે લાવેલા ચપ્પુ વડે બનેવીને ઉપરાછાપરી 6 ઘા મારી દેતા ઘટનાસ્થળે બૂમાબૂમ અને નાસભાગ થઈ હતી.

સ્થાનિકોના ટોળા ભેગા થતા ચપ્પુ મારનાર સાકીર જમાદાર ત્યાંથી નાશી ગયા બાદ ઇજાગ્રસ્ત લોહી લુહાણ સમીર બલૂચને સ્થાનિકો તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતી. બાદ આ બાબતની જાણ રાજપીપળા પોલીસને કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંગ્રેજી દારૂ, બિયર સાથે 2 ઝડપાયા…
નર્મદા જિલ્લામાં દારૂ જુગારનો ધંધો અનેક જગ્યાઓ પર ચાલે છે. જેમાં પોલીસ અવાર નવાર રેડ કરતી હોવા છતાં આ ધંધો બંધ થતો નથી. હાલમાં સાગબારા પોલીસે ઈકો ગાડીમાં લઇ જવાતા અંગ્રેજી દારૂ અને બિયરનો જથ્થો પકડી ગુનો દાખલ કર્યો છે.

મળતી વિગતો અનુસાર સાગબારા પોલીસે મળેલી બાતમીના આધારે ધનસેરા ચેકપોસ્ટ પરથી ચેકીંગ દરમિયાન વિશાલ પ્રકાશભાઇ ડોડીયા, મેહુલ રમેશભાઈ રાઠોડને પોતાના કબજાની મારૂતી સુઝુકી ઇકો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જેમાં બિયરનાં ટીન કિંમત રૂ. 21,600 તથા વિદેશી દારૂનાં ક્વાર્ટરીયા કિંમત રૂ. 4800 તથા બન્ને પકડાયેલા આરોપીઓની અંગ ઝડતીમાંથી મળેલા બે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિં.રૂ.10,000 તથા આ ગુનામાં ઉપયોગમાં લીધેલી ઈકો ગાડી કિં.રૂ. 3,00,000 મળી કુલ કિં.રૂ. 3,36,400ના મુદ્દામાલ સાથે પકડી લઇ ગુનો દાખલ કર્યો છે.

Previous Post Next Post