ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના કર્મચારીએ મહિલાને શ્રીલંકાની ડુપ્લીકેટ ટિકિટ આપીને 60 હજારની છેતરપિંડી આચરી | An employee of a tours and travels company committed a fraud of Rs 60,000 by giving a duplicate ticket to Sri Lanka to a woman. | Times Of Ahmedabad

વડોદરા43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરામાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રાઇવેટ લીમીટેડ કંપનીના કર્મચારીએ મહિલાને શ્રીલંકાની ટિકિટ બુક કરાવવાનું કહીને 60 હજારની છેતીરપિંડી કરી છે. ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ડુપ્લિકેટ ટિકિટ મોકલીને વિશ્વાસઘાત કર્યો ​​​​​​​
વડોદરાના વાસણા રોડ પર આવેલ ન્યાસા કોર્ટયાર્ડમાં રહેતા સુધાબેન યોગેશભાઇ ઠક્કરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રાઇવેટ લીમીટેડ કંપનીના કર્મચારી હરીશસીંગે મારી પાસેથી શ્રીલંકા જવા માટે ઓનલાઇન એર ટિકિટ બુક કરી આપવાનું જણાવી 60 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. રૂપિયા લીધા બાદ શ્રીલંકા જવાની ડુપ્લિકેટ ટિકિટ ​​​​​​​મોકલીને વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.