આંધ્ર.ની જુહી દૈનિક રૂ.60 હજાર ક્રિપ્ટોમાં લાહોર મોકલતી, ટાર્ગેટ પૂર્ણ કરવા યુવતીઓને ફસાવતી, સુરત પોલીસે વેશપલ્ટો કરી ઝડપી | Surat woman was Zulfiqar's pawn, extorted money from many and sent to Pakistan, revealed | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરતમાં જહાંગીરપૂરાની મહિલા પ્રોફેસરના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવી લીધા બાદ આપઘાત પ્રકરણમાં સુરત પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા આવી રહ્યા છે.આ કેસમાં રાંદેર પોલીસે બિહારના નકલી વિસ્તારમાંથી જીવના જોખમે ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીના રિમાન્ડ દરમિયાન પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું હતું.અને પાકિસ્તાનના ઝુલ્ફીકારને આંધ્રપ્રદેશની મોહમ્મદ જુહી નામની યુવતી રૂપિયા મોકલતી હતી.ત્યારે રાંદેર પોલીસની ટીમ આંધ્રપ્રદેશ જઈને વેશપલ્ટો કરી મોહમ્મદ જુહી સલીમ શેખ નામની મહિલાને ઝડપી પાડી છે.

​​​શું છે સમગ્ર મામલો
સુરતના જહાંગીપુરા વિસ્તારની મહિલા પ્રોફેસરે દ્વારા દોઢ મહિના પહેલા આપઘાત કર્યો હતો. જે બનાવમા સૂરત પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે,મહિલાને લોનના હપ્તા ભરવાના નામે ફોન કરી તેને મોર્ફ કરેલા ન્યૂડ ફોટા મોકલી બ્લેકમેલ કરવામાં આવી હતી. જેથી પોલીસે વધુ તપાસ કરતા બિહાર રાજ્યના જમુઈ વિસ્તારમાંથી 3 આરોપીઓનું પગેરું મળ્યું હતું. જેથી રાંદેર પોલીસે આ કેસમાં બિહારથી અભિષેક કુમાર સિંગ, રોશન કુમાર સિંગ અને સૌરભ ગજેન્દ્રકુમારને ઝડપી પાડી સુરત લઈ આવી હતી. ત્યારે આરોપીના દસ દિવસના રિમાન્ડમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. અને વધુ ચાર અંકિત રેશમકુમાર, લકબીર ટ્રેડર્સ, જુહી શેખ અને સાંતાનું જોનઘલે નામના ચાર આરોપીના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી જુહીને પોલીસની ટીમે ઝડપી પાડી છે.

મહિલા પ્રોફેસરે દ્વારા દોઢ મહિના પહેલા આપઘાત કર્યો હતો.

મહિલા પ્રોફેસરે દ્વારા દોઢ મહિના પહેલા આપઘાત કર્યો હતો.

આંધ્રપ્રદેશથી ધરપકડ કરી
જૂની શેખનું પોલીસે લોકેશન મેળવતા આંધ્રપ્રદેશના વિજયવાડા સ્ટ્રીટમાં પંજા સેન્ટર ખાતે રહેતી હોવાનું સામે આવ્યું હતું.જેથી તેને પકડવા માટે રાંદેર પોલીસની ટીમ આંધ્રપ્રદેશ ખાતે જૂહી શેખના નિવાસ સ્થાને વેશપલટો કરીને પહોંચી હતી. અને તેની ધરપકડ કરી સુરત લઈ આવી પૂછપરછરી હતી. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન અને બે બેંકની પાસબુક કબ્જે કરી હતી જેમાંથી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

જુહીને પોલીસની ટીમે ઝડપી પાડી છે

જુહીને પોલીસની ટીમે ઝડપી પાડી છે

લોનના હપ્તા ભરવા અંગે ફસાવતી હતી
આ મામલે ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે પકડાયેલ મહિલા આરોપી જુહી હાઇ પ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે મુખ્ય પાકિસ્તાન સાગરિત તથા સહ આરોપીઓ સાથે કોઈને કોઈ પ્રકારે સંપર્કમાં રહીને દેશના નિર્દોષ અને ભોળા લોકોને લોનના હપ્તા ભરવા અંગે ફસાવતી હતી અને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા પડાવતી હતી.

આરોપીઓએ પોલીસ સમક્ષ વટાણા વેર્યા.

આરોપીઓએ પોલીસ સમક્ષ વટાણા વેર્યા.

દૈનિક 60 હજાર પડાવી લેતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જુહી પાકિસ્તાનના મુખ્ય સાગરીત ઝુલ્ફીકાર સાથે સીધી સતત સંપર્કમાં રહેતી હતી. તે ઉપરાંત જુહી પોતાની એપ્લિકેશન મારફતે દૈનિક 50થી 60 હજાર રૂપિયા પડાવી લેતી હતી. અને તેને ક્રિપ્ટોમાં ટ્રાન્સકરી કરતી હતી. જે ક્રિપ્ટો કરન્સી જુહી શેખ રોજ પાકિસ્તાન મોકલતી હતી. ત્યારે જુહી પાસેથી તપાસ કરતા અલગ અલગ બેન્કના સાત બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે. લોકોને ન્યૂડ ફોટા મોકલાવી પૈસા પડાવતી આ ગેંગના પાકિસ્તાનના મુખ્ય સૂત્રધાર ઝુલ્ફીકાર સાથે મહિલા આરોપી જુહી છેલ્લા ચારથી પાંચ વર્ષથી સતત સંપર્કમાં હતી અને તેના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનું કામકાજ કરતી હતી.

72 UPI આઇડી મળ્યા
રાંદેર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કર્યા બાદ 5 મે ના રોજ કોર્ટમાં રજૂ કરી દસ દિવસના 16 મે સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછપરછ માં ખૂબ જ મોટા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી મોબાઇલ ફોન સઘન તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના ફોનમાંથી અંદાજિત 72 થી વધુ અલગ અલગ UPI આઈડીઓ મળી આવ્યા હતા.

Previous Post Next Post