અમદાવાદમાં 6500 જેટલા આવાસ યોજનાના મકાનની કામગીરી બંધ, 60 ટકા કામ પૂર્ણ કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ભાવ વધારાની માંગણી | Construction of seven thousand housing scheme in Ahmedabad stopped, after completion of 60 percent of the work, the contractor demanded a price increase. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Construction Of Seven Thousand Housing Scheme In Ahmedabad Stopped, After Completion Of 60 Percent Of The Work, The Contractor Demanded A Price Increase.

અમદાવાદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ યોજનાના મકાનો આપવા માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવે છે પરંતુ શહેરના સોલા, નારોલ, મોટેરા, નિકોલ સહિતના વિસ્તારોમાં બનાવવામાં આવેલા 6500થી વધુ આવાસ યોજનાના મકાનોની કામગીરી કોન્ટ્રાક્ટરના કારણે બંધ પડી છે. કોન્ટ્રાક્ટર વંદેમાતરમ પ્રોજેક્ટસ અને જ્યોતિ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરો દ્વારા 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પરંતુ હવે કોન્ટ્રાક્ટર દ્વારા વધુ ભાવ વધારાની માંગણી કરવામાં આવતા કામગીરી બંધ પડી છે.

કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત
સાત હજાર જેટલા આવાસ યોજનાના બંને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી જેને વિચારણા હેઠળ બાકી રાખવામાં આવી છે. ભાજપના સત્તાધીશો દ્વારા હવે કોન્ટ્રાક્ટરોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કારણ કે 60 ટકાથી 90 ટકા સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ભાવ વધારા માંગવાના કારણે જો તેઓ કામગીરી બંધ રાખશે અને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તો નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે તો પણ વધુ ભાવ આપવા પડશે. જેના કારણે હવે ભાજપના સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટરને સમજાવવાના પ્રયાસ કરવામાં આવશે.

મકાનોમાં 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, આવાસ યોજનાના મકાનોમાં 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કોન્ટ્રાક્ટરોના ભાવ વધારાના કારણે હાલ બ્લેકલિસ્ટ કરવાની કામગીરી જે લાવવામાં આવી છે. તેને આગામી કમિટી સુધી વિચારણા માટે બાકી રાખવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટરો જ આમ કરે તો કોર્પોરેશનને ફાયદો થાય તેમ છે જેથી હવે આ મામલે વિચારણા કરી અને નિર્ણય લેવામાં આવશે.

593 આવાસ યોજનાના મકાનો બનાવવાનો કોન્ટ્રાકટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઉસિંગ પ્રોજેકટ અંતર્ગત 2019ના વર્ષમાં વંદેમાતરમ્‌ પ્રોજેકટ પ્રા.લિ. (Vande Mataram Projects) કંપનીને સોલા અને નારોલ-શાહવાડીમાં કુલ 593 આવાસ યોજનાના મકાનો બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. અહીં પરિસ્થિતિ એવી છે કે કોન્ટ્રાકટરને જ્યારે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતા. તે સમયે વૈશ્વિક મહામારી કોવિડનો સમયગાળો શરૂ થયો હતો. મ્યુનિ. કોર્પોરેશને મે 2019માં રજા ચિઠ્ઠી આપી હતી પરંતુ શાહવાડીના 509 આવાસ માટેના પ્લોટમાં ખૂબજ દબાણો હતાં. આ દબાણો હટાવી અને ખુલ્લો પ્લોટ જુન 2020માં આપવામાં આવ્યો હતો.

ભાવ વધારો ન મળતાં કામગીરી બંધ કરી
નિકોલ અને મોટેરામાં પણ 6390 જેટલા આવાસો બનાવવા માટે થઈ અને જ્યોતિ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં આ આવાસ યોજનામાં પણ 60થી 90 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે આ કોરોના સમયગાળાના દરમિયાન લોકડાઉન અને અન્ય કારણોસર ભાવ વધારો માંગતા તે ન મળતાં તેને કામગીરી બંધ કરી દીધી હતી. જેને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

કોન્ટ્રાકટરે નવા ભાવની માંગણી કરી
આ સમયગાળામાં કોરોના લોકડાઉન આવ્યું હતું અને ત્યારબાદ મજુરો સ્થળાંતર કરી ગયા હતા. જેના કારણે કામ શરૂ થયું ન હતું તેમ છતાં કોન્ટ્રાકટરે યેનકેન પ્રકારે કામ શરૂ કર્યું હતું. રાજય સરકારે કોવિડના સમયગાળા દરમિયાન કોન્ટ્રાકટરોને જે નુકશાન થયું હોય તેનો તફાવત ચુકવવા જાહેરાત કરી હતી. જેનો લાભ કેટલી સમય મર્યાદા પૂરતો આ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ભાવમાં અસહ્ય વધારો થતાં કોન્ટ્રાકટરે નવા ભાવની માંગણી કરી હતી. નવા ભાવ મુજબ કામ કરવાની રજુઆત કરી હતી જેનો તંત્ર દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મ્યુનિ. કોર્પો. અને કોન્ટ્રાકટર વચ્ચે પત્ર વ્યવહાર અને મિટિંગો દોર થતો રહ્યો હતો.

Previous Post Next Post