વલસાડ જિલ્લામાં આજે નવા 7 કેસ નોંધાયા, 4 ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંક 35 પર પહોંચ્યો | 7 new cases reported today in Valsad district, 4 discharged active cases reach 35 | Times Of Ahmedabad

વલસાડ5 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન 705 જેટલા કોરોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેં પૈકી 7 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. તે પૈકી વલસાડ તાલુકામાંથી 3 અને પારડી તાલુકામાંથી 4 સંક્રમિત દર્દીઓ જાહેર થતા જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી.

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય આરોગ્ય વિભગની ટીમે દરેક જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમને એલર્ટ કરી હતી. વલસાડ જિલ્લા કલેકટરની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આરોગ્ય વિભગની ટીમે RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને સમયસર RTPCR ટેસ્ટિંગ કરાવવા અપીલ કરી હતી. છેલ્લા 24 કલાક દરમ્યાન જિલ્લાના કોરોના RTPCR ટેસ્ટિંગ સેન્ટરો ઉપર કુલ 705 લોકોએ RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જે પૈકી વલસાડ તાલુકામાંથી 3 અને પારડી તાલુકામાંથી 4 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. આજે સંક્રમિત જાહેર થયેલા દર્દીઓ પૈકી 3 સંક્રમિત દર્દીઓ કોરોના સાથે અન્ય બીમારીઓને લઈને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે. છેલ્લા 7 દિવસ પહેલા જાહેર થયેલા સંક્રમિત દર્દીઓ પૈકી 4 દર્દીઓએ હોમ આઇસોલેશન દરમ્યાન જિલ્લા આરોગ્ય વિભગની સૂચના અને માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી કોરોનાને માત આપી છે. જેની સાથે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 35 ઉપર પહોંચ્યો છે.

Previous Post Next Post