અરવલ્લી (મોડાસા)5 મિનિટ પહેલા
- કૉપી લિંક
કોઈપણ વાહન ચાલક હોય તેને વાહન ચલાવતી વખતે ગતિ ધીમી રાખવી જોઈએ અને જો વાહનની ગતિ મર્યાદા બહાર હોય તો અકસ્માત થવાનો ભય રહે છે. ત્યારે ધનસુરા પાસે ઓવર સ્પીડના કારણે બે કાર સામસામે ટકરાઈ હતી.
આજે બપોરે ધનસુરાના તલોદ હાઇવે પર તેમજ રોજડ ગામની નજીક બે કાર પુરપાટ જડપે સામસામે આવી રહી હતી. ત્યારે બંને કાર ઓવરસ્પીડના કારણે સામસામે ધડાકા ભેર ટકરાઈ હતી. બંને કારમાં સવાર કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે. ત્યારે એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ કારની ઓવરસ્પીડ એની વચ્ચે અકસ્માત થતા લગ્ન પ્રસંગમાં નીકળેલી કારમાં સવાર લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.