પ્લાસવાથી શાપુરને જોડો એટલે 7 અંડરબ્રિજ, ઓવરબ્રિજનો ખર્ચ બચે | Connecting Plaswa to Shapur will save the cost of 7 underbridges, overbridges | Times Of Ahmedabad

જૂનાગઢ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લોકસુવિધાઓ વધારવાને બદલે ઘટાડવાનું બંધ કરો
  • શાપુરને જંક્શન બનાવી જૂનાગઢની સમસ્યાનો અંત લાવવા માંગણી

જૂનાગઢ-અમરેલી મીટરગેજ રેલવે ટ્રેક ઉપર બ્રોડગેજ બનાવવાની રેલવેબાબુઓની તૈયારીઓ વચ્ચે જૂનાગઢ જનઆંદોલનની તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે જાગૃત નાગરિક અમૃતભાઈ દેસાઈએ રેલવે વિભાગના જનરલ મેનેજરને એક પત્ર લખી હયાત મીટરગેજ રેલવેટ્રેક ઉપર બ્રોડગેજ ટ્રેક કરવાની જે વિચારણા ચાલી રહી છે. એ માટે 7 જેટલા અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવા પડશે. જેની પાછળ ખુબ મોટો ખર્ચ પણ થવાનો છે. આ ઉપરાંત જૂનાગઢની સમસ્યા ઘટવાના બદલે વધવાની છે.

પરંતુ પ્લાસવાથી શાપુર સુધીની જમીન સંપાદિત કરવામાં આવે તો શાપુર જંકશન બની શકે. જેનાથી ભવિષ્યમાં જૂનાગઢને પોરબંદર અને અમરેલી સુધીનું જોડાણ મળી શકે છે. આ પત્રમાં એમ પણ લખાયું છે કે, ભવિષ્યમાં શાપુર જૂનાગઢનો જ હિસ્સો બનવાનું છે. હાલ જૂનાગઢ શાપુર સુધી વિકસી ગયું છે હજુ પણ વિકાસ થઇ રહ્યો છે. જેના કારણે આ તરફ વસવાટ કરતા લોકોને જૂનાગઢ રેલવે સ્ટેશન સુધી આવવાને બદલે શાપુરથી જ સેવા મળતી થશે.

આથી જનતાની માંગણીને ધ્યાને લઈને રેલવે વિભાગ તત્કાલ આ મામલે વિચાર કરે તે જોવા જણાવ્યું છે. રેલ્વે બાબુઓ સામાન્ય રીતે પોતાને અનુકુળ હોઇ એવા નિર્ણયો બહુ ઝડપથી લેતા હોય છે. જો લોક પ્રતિનિધિઓ એલર્ટ ન હોઇ ત્યારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. સોરઠથી મુંબઇની ટ્રેન માટે પણ લડત ચલાવવી પડી હતી.

Previous Post Next Post