પોરબંદર2 કલાક પહેલા
- કૉપી લિંક
પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા પ્રોહીબીશન ડ્રાઇવ અન્વયે જિલ્લામાં પ્રોહીબીશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીએસઆઈ પી.ડી.જાદવ, એલસીબી પીએસઆઈ એચ.એમ.જાડેજા, બગવદર પીએસઆઈ એ.એ.મકવાણા તથા એલસીબી, પેરોલ ફ્રલો સ્કોડ તથા નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્ય કચેરી અને રાણાવાવ તથા બગવદર પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી અલગ અલગ ટીમો બનાવી રાણાવાવ તથા બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢવા રવાના કરવામાં આવ્યા હતા.
જે અનુસંધાને બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં સંયુકત રીતે પેટ્રોલિંગ/સર્ચ કરી વીજફાડીયાનેશ તથા આંટીવાળા નેશ તથા જાંબુડાનેશ તથા મોરાપાણીનેશ તથા મોરાણા ગામ વગેરે જગ્યાએ રેડો કરી નીચે જણાવેલ ઇસમોની દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડી તમામ મજકુર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ તથા બગવદર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ પ્રોહીબિશનના ગુન્હાઓ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપીઓના નામ સરનામા તથા મુદ્દામાલની વિગત
- ચના હાદા કટારા (રહે. વીજફાડીયાનેશ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.1400 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 7200નો મુદ્દામાલ મળી આવેલો)
- રમેશ પોલા ગુરગુટીયા (રહે.આદિત્યાણા ગામ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.2600 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 13050નો મુદ્દામાલ મળી આવેલો)
- દેવા ડાયા રબારી (રહે.ગંડીયાવાળાનેશ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.4800 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 24310નો મુદ્દામાલ મળી આવેલો)
- ભીમા ડાયા રબારી (રહે.કાઢીયાનેશ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ લીટર 35 તથા દારૂ બનાવવાનો આથો લીટર 2400 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 12170નો મુદ્દામાલ મળી આવેલો)
- મેરા કરશન મોરી (રહે. ઉપલા ગંડીયાવાળાનેશ તા.રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.1400 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 6900નો મુદ્દામાલ મળી આવેલો)
- લાખી વા/ઓ કાના વશરામ ધુત (રહે.મોરાણા ગામ તા.પોરબંદર વાળાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લીટર 80 તથા દેશી દારૂ લીટર 18 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 900નો મુદ્દામાલ મળી આવેલો)
- શાંતી ડો/ઓ વશરામ સામત ધુત (રહે. મોરાણા ગામ તા.પોરબંદર વાળીની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લીટર 120 તથા દેશી દારૂ લીટર 15 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 2540નો મુદ્દામાલ મળી આવેલો)