ઔધોગિક ગઢ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં બનશે વધુ એક ઔદ્યોગિક વસાહત, જિલ્લાના 7 તાલુકામાં GIDC અસ્તિત્વમાં આવશે | Industrial stronghold One more industrial estate to be built in Amod taluka of Bharuch district, GIDC to come up in 7 talukas of the district | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Industrial Stronghold One More Industrial Estate To Be Built In Amod Taluka Of Bharuch District, GIDC To Come Up In 7 Talukas Of The District

ભરૂચ6 કલાક પહેલા

  • કૉપી લિંક

ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં પેહલાથી જ નાના મોટા હજારો ઉદ્યોગોની ભરમાર છે. અહીં ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર, વાલિયા, ઝઘડિયા તાલુકામાં GIDC ધમધમી રહી છે. ત્યારે ગુજરાતનો વિકાસ કૃષિ સાથે ઉદ્યોગોને ધોગોને પણ એટલો જ આભારી હોય રાજ્ય સરકાર દ્વારા 13 જિલ્લાના 21 તાલુકામાં નવી GIDC સ્થાપવા જાહેરાત કરાઈ છે.

નવી ઔદ્યોગિક વસાહત આમોદ તાલુકામાં પણ આકાર લેશે. જે માટે સરકારે પ્રિ ફિઝિબીલીટી એસેસમેન્ટ રિપોર્ટ પણ તૈયાર કરાવવા સૂચના આપી દીધી છે. GIDC આમોદમાં નવી ઔદ્યોગિક વસાહત માટે જમીન ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, કૃષિ ઉત્પાદન અને સ્થાનિક પરિબળોનો સર્વે કરી પ્રિ ફિઝિબિલિટી રિપોર્ટ સરકારમાં સુપરત કરશે. જે બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર ખાતે એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં ૧૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે ત્યારે આમોદ જીઆઈડીસી ભરૂચના ગ્રોથ એન્જિન ને વધુ રફતાર આપશે તેમાં કોઈ બે મત નથી.

Previous Post Next Post