નવસારી જિલ્લામાં વાતાવરણમાં આવેલા બદલાવે કેરીના પાકનું ચિત્ર બદલી નાખ્યું, આ વર્ષે પાકમાં 70 ટકા નુકસાન થવાની ભીતિ | Climate change in Navsari district has changed the picture of mango crop, fearing 70 percent crop loss this year | Times Of Ahmedabad

નવસારી43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આ વખતે માવઠાની આગાહી વગર છેલ્લા ચાર દિવસથી બદલાયેલા વાતાવરણ બાદ વરસતા માવઠાએ ખેડૂતો ને મુશ્કેલી ઊભી કરી છે.લાંબા સમયથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ચીખલી વાંસદા સહિત નવસારી શહેરમાં અમીછાટણ બાદ વરસાદ શરૂ થયો હતો.કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક ફેલાઈ હતી પરંતુ વરસાદ બંધ થયા બાદ ફરીવાર બફારો અને ગરમીનું વાતાવરણ પણ ઊભું થયું હતું આ વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી રૂપ સાબિત થયો છે.

કેરીના પાકની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં વરસાદ પડતા મોરનું ખરણ થયું હતું જે બાદ માર્ચ એપ્રિલમાં ફરીવાર વાતાવરણ બદલાવ આવવા સાથે અમિ છાંટણા સાથે વરસાદ થતાં કેરીનો પાક ગુણવત્તાવિહીન બન્યો હતો. તેના ઉપર રોગ વકરવાની સંભાવના સાથે માખી ફરકવાનું શરૂ થયું હતું. બીક ના મારે ખેડૂતોએ અપરિપકવ માલને માર્કેટમાં પહોંચાડવાનું શરૂ કરી દીધું છે જેથી તેમને આર્થિક વળતર ઓછું મળી રહ્યું છે.

કૃષિ યુનિવર્સિટીમાં કાર્યરત KVK ના વૈજ્ઞાનિકોના મત મુજબ આ વરસાદ કેરીમાં જીવાત સહિત ફળ માખી ઉત્પન્ન કરશે સાથે જ ચીકુના પાકમાં જે ફૂલ આવી રહ્યા છે. તેમાં ઇયળ સહિત ચુસીયા પ્રકારની જીવાત ઉત્પન્ન થઈ શકે છે, આ કમોસમી વરસાદ શાકભાજી પાકોને પણ નુકસાન પહોંચાડશે જેમાં વેલ વાળા શાકભાજીમાં કારેલા રીંગણ, પરવર, ટીડોળા ચીભડાં,ગલકા, દૂધી,ગુવાર જેવા શાકભાજી પાકને સાચવવા માટે ખેડૂતોને નવનેજા ઉતરશે.

શિયાળા અને ઉનાળા સમય દરમિયાન છેલ્લા લાંબા સમયથી કમોસમી વરસાદ નિયમિત બન્યો છે જેને કારણે ખેડૂતોને દર વખતે નુકસાની વેઠવી પડે છે આ વખતે પણ કેરીની સિઝન મોડી શરૂ થઈ હતી જે બાદ કુદરતના બીજા ફટકા સ્વરૂપે કમોસમી વરસાદ છેલ્લા બે દિવસથી જોવા મળતા કેરીમાં ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે

આ તમામ આવિષ્કાર કોઈ ને કોઈ કિંમતે આવે છે. પ્રગતિ કે વિકાસ મુફ્તમાં થતાં નથી, એના પણ દામ લાગે છે. અત્યારે વિશ્વસમસ્તની વાત કરીએ તો પાછલાં કંઈકેટલાંય વર્ષોથી અવિરત ચાલી રહેલા ઓધોગિક વિકાસની કિંમત આપણે ચૂકવી રહ્યા છીએ. દુનિયાના ગોળા પરના ઘણાખરા વિસ્તારો વિચિત્ર વાતાવરણના સાક્ષી બની રહ્યા છે. ઘરઆંગણાની વાત કરીએ તો એપ્રિલની ગરમીમાં દેશમાં અનેક ઠેકાણે (જ્યાં ન પડતો હોય ત્યાં) બરફ પડ્યો અને માવઠું પણ થયું. અનાયાસ કોઈક વાર આવું થાય તો સમજી શકાય, પણ આવું તો હવે રાબેતા મુજબ વારંવારનું થઈ પડ્યું છે. આમ ને આમ તો આખું ઋતુચક્ર જ બદલાઈ ગયું છે.

આને ક્લાઇમેટ ચેન્જ જેવું નામ આપીએ કે બીજું કંઈ, અતિ વ્યાપક સ્તરે થયેલા અને હજી થઈ રહેલા ઔધોગીકરણને કારણે પ્રદૂષણની સમસ્યા બહુ વકરી છે. આપણે નવાં કારખાનાં, રસ્તા, બંધ, વીજમથકો, વગેરે માટે જગ્યા કરવા જંગલો વાઢી નાખ્યાં છે, રોકડિયા પાકોની ખેતી માટે જમીનમાંથી હોય એટલાં પાણી ઉલેચી લીધાં છે, હવા તો આપણે એટલી હદે બગાડી નાખી છે કે દુનિયાની અડધોઅડધ પ્રજા દૂષિત હવાને કારણે જ માંદી પડીને મરવાની છે. મુંબઈ સહિત પાડોશી દ.ગુજરાતના શહેરમાં વરસના વચલે દહાડે એકાદ વાર આકાશનો એક ભૂરો ટુકડો જોવા મળે તો એ સમાચાર બની જાય એટલી ખરાબ રીતે આપણે વાતાવરણ મેલું ને દૂષિત કરી નાખ્યું છે.

Previous Post Next Post