સુરતમાં યુવકે સોનીની દુકાનમાં બૉમ્બ જેવું ડિવાઇસ મૂકી 700 ગ્રામ સોનાની ખંડણી માંગી, પોલીસે તપાસ કરતા ગ્રાહકે કાવતરું કર્યાનું ખુલ્યું | In Surat, a youth planted a bomb-like device in a Sony shop and demanded a ransom of 700 grams of gold, police revealed that the customer had conspired. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, A Youth Planted A Bomb like Device In A Sony Shop And Demanded A Ransom Of 700 Grams Of Gold, Police Revealed That The Customer Had Conspired.

સુરત13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
નકલી બોમ્બ મૂકી જ્વેલર્સના માલિકને ખંડણી માંગનાર ઝડપાયો - Divya Bhaskar

નકલી બોમ્બ મૂકી જ્વેલર્સના માલિકને ખંડણી માંગનાર ઝડપાયો

સુરતના કાપોદ્રામાં જવેલર્સને ત્યાં નકલી બોમ્બ મૂકી 700 ગ્રામ સોનાની માંગણી કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે.આરોપી શેરબજારમાં થયેલ નુકશાનની ભરપાઈને પહોંચી વળવા જવેલર્સના માલિકને બોમ્બથી ધમકાવી તરકટ રચ્યું હતું.આરોપીએ એક મહિના પહેલા જ પોતાના લગ્નમાં જ્યાંથી સોનાની ખરીદી કરી હતી તે જ્વેલર્સના માલિક ને લુંટવાનો કાવતરું ઘડ્યું હતું.પોલીસે આરોપીની ધરપકડ કરી નકલી બોમ્બ સહિત નો સમાન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાકરાણી જવેલર્સ નામની દુકાનમાં શુક્રવારના રોજ બ્લેક કલરની બેગની અંદર લાલ કલરના કાગળમાં વીંટાળેલ એક પાર્સલ અને તેમા બે સરકીટ સાથે વાયર જોડેલા હોય તેવી વસ્તુ મૂકવામાં આવી હતી.આ વસ્તુ જોતા તે બોમ્બ જેવું દેખાતું હતું.ત્યારે જવેલર્સના માલિકને બોમ્બ જેવુ શંકાસ્પદ લાગતા તેણે તાત્કાલિક આ અંગેની જાણ સુરત શહેર કંટ્રોલરૂમ ને કરવામા આવતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉચ પોલીસ અધિકારી સહિત ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ તપાસમાં જોતરાઈ હતી. ત્યારે ગણતરીના સમયમાં નકલી બોમ્બ મૂકનાર આરોપીને ધર્મેશ ઘનશ્યામભાઈ ભાલાળાને ઝડપી પાડ્યો હતો.

સુરત શહેર એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે ગત 10 તારીખ ના રોજ આરોપી ધર્મેશ ભાલાળા કાપોદ્રા ની નાકરાણી જ્વેલર્સમાં ખરીદી કરવાના બહાને આવી તેમાં શોરૂમમાં બ્લેક કલરની બેગ અને તેની અંદર ટાઇમર મશીન સાથે એક સર્કિટ લાલ કલરના કાગળ પર બાંધીને મુકેલ હતી. અને આ બેગ શોરૂમમાં મૂકીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ શોરૂમ ના માલિકને આ બેગ જણાય આવતા તેણે કોઈ લેવા આવશે એમ કરીને મૂકી રાખી હતી જોકે બે દિવસ બાદ બેગ ની અંદરથી ટાઇમર મશીન જેવો અવાજ આવતા તેને ખોલીને જોવામાં આવી હતી તો તેમાંથી બોમ્બ જેવું જણાય આવ્યું હતું. જેને લઇ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

700 ગ્રામ સોનું મોકલી આપવા આપી ધમકી

શરદ સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી ધર્મેશ ભાલાળાએ ઉતરાણ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ગોપીન ગામ પાસેથી એક મહિલા અને એક યુવક પાસેથી મોબાઇલની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ નકરાની જવેલર્સના માલિકને 12 તારીખે ત્રણ વાગેની આસપાસ મહિલા પાસેથી લૂંટ કરેલા મોબાઈલ માંથી નાકરાણી જવેલર્સ ના માલીકને ફોવકરી જણાવ્યું હતું કે તમારી કાપોદ્રા ખાતેની નાકરાણી જવેલર્સ દુકાન મા બોમ્બ મુકી દીધેલ છે જે તમને જાણવા મળેલ હશે તું 700 ગ્રામ સોનુ હુ કહુ ત્યા પહોંચાડી દેજે નહીતર કોઈપણ પરીણામ ભોગવવાની તૈયારી રાખજે.તેવી ધમકી માલિકને આપવામાં આવી હતી.

પોલીસે તપાસમાં નકલી બોમ્બ જણાઈ આવ્યું

શોરૂમ ના માલિકે આ અંગે પોલીસને જાણ કરી હતી ત્યારે ઘટનાને પગલે બોમ્બ સ્કોર ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે બેગમાં મુકેલ તમામ બોમ્બ નકલી હતા. આ અંગે શરદ સિંઘલે જણાવ્યું હતું કે આરોપી કે ઓનલાઇન વેપારનો ધંધો કરતો હતો. અને તેના પિતા ઘડિયાળ સહિત અન્ય ઇલેક્ટ્રીક નું કામકાજ કરે છે. આરોપી ધર્મેશ ભાલાળા આઈ.ટી.આઈ કરેલું છે. જેને લઇ તેણે જુદા જુદા પ્રકારની સર્કિટો ઓનલાઈન મંગાવી નકલી બોમ્બ જેવો સાધન બનાવ્યું હતું. જે જોતા ઓરીજનલ લાગે અને કોઈને પણ ગભરાવી શકાય.

એક મહિના પહેલા જ લગ્નની ખરીદી કરી હતી

પકડાયેલ આરોપી ધર્મેશ ભાલાળા કાપોદ્રાની નાકરાણી જ્વેલર્સને શા માટે પસંદ કરી તે અંગે શરદ સિંઘલે વિગત આપતા વધુમાં જણાવ્યું હતું કે ધર્મેશ ભાલાળા ના એક મહિના પહેલા જ લગ્ન થયા છે. લગ્ન માટે તેણે કાપોદ્રા ની નાકરાણી જ્વેલર્સ માંથી ખરીદી કરી હતી. જ્યાં તેને લાગ્યું કે અહીં ખૂબ જ સારો વેપાર પણ ચાલે છે અને સરળતાથી માલિકને ડરાવીને સોનુ મેળવી શકાશે. તે ઉપરાંત અહીંથી તેને સોનું ખરીદ્યું હોવાથી તે આ શોરૂમ વિશેની ઘણી માહિતી જાણતો હતો. જેથી જ્યાંથી ધર્મેશ ભાલાળાએ સોનું ખરીદ્યું તે જ દુકાન પાસેથી 700 ગ્રામ સોનાની નકલી બોમ્બ રાખીને માલિક પાસે ખંડણી માંગી હતી.

શેર બજારમાં નુકસાન જતા કાવતરું રચ્યું

વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી ધર્મેશ ભાલાળા ઓનલાઇન વેપાર નું કામ કરે છે. ભૂતકાળમાં શેર બજારમાં રોકાણ માટે ને ખૂબ મોટું નુકસાન ભોગવ્યું છે. શેરબજારના રોકાણમાં કઈ 50 લાખ જેટલું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે જે ભરપાઈ કરવા તેણે કાપોદ્રા ના નાકરાણી જ્વેલર્સ ના માલિકને નકલી બોમ્બ દ્વારા ડરાવી ધમકાવીને 700 ગ્રામ સોનાની ખંડણી માંગવાનું કાવતરું રચ્યું હતું.

પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો

શોરૂમના જ્વેલર્સ ના માલિકને ફોન પર 700 ગ્રામ સોનુ મોકલી આપવાની ધમકી આપ્યા બાદ પોલીસ આરોપી સુધી પહોંચવા માટે જુદી જુદી ટીમો કામે લગાવી હતી. આ દરમિયાન હ્યુમન ઈન્ટેલિજન્સ અને સર્વે લેન્સની ટીમ દ્વારા આરોપીએ જે ફોન પરથી ધમકી આપી હતી તેની પર થી લોકેશન મેળવીને શોરૂમમાં નકલી બોમ્બ મુકનાર અને ખાંડણી માંગનાર ધર્મેશ ભાલાળા ને ઝડપી પાડ્યો હતો. દરમિયાન પોલીસે તેના ઘરે તપાસ કરતાં આ કાળા કલરનું બેગ અને વધુ એક શોરૂમમાં મૂક્યો હોય તે જ પ્રકારનો નકલી બોમ્બ અને જુદા પ્રકારના સાધનો મળી આવ્યા હતા એટલું જ નહીં આરોપી પાસેથી નકલી બંદૂક પણ મળી આવી હતી.

બે લૂંટના અને એક ખંડણી નો ગુનો ઉકેલાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ધર્મેશ ભાલાળા ની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ફોન ની લુટ કરીને તેના પરથી શોરૂમના માલિકને ધમકી આપવામાં આવી હતી. ઉતરાયણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બે મોબાઈલ લૂંટની ઘટના બની હતી.એ બંને મોબાઈલ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પકડેલ આરોપીએ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આ તપાસમાં કાપોદ્રા ની નકલી બોમ્બ મૂકી ખંડણી નો ગુનો અને ઉતરાયણ પોલીસ મથકના બે મોબાઈલ લૂંટના ગુના ઉકેલાઈ જવા પામ્યા છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post