રાજયના નાણાં મંત્રીના હસ્તે ઉમરગામ નગરપાલિકાના રૂા. 7.1 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજન કરાયું | By the hands of the State Finance Minister, Umargam Municipality Rs. 7.1 crore worth of development works were inaugurated, dedicated and laid to rest | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • By The Hands Of The State Finance Minister, Umargam Municipality Rs. 7.1 Crore Worth Of Development Works Were Inaugurated, Dedicated And Laid To Rest

વલસાડ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજયનાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત રાજયનાં નગરો અને મહાનગરોનાં વિકાસ માટે શરૂ કરેલી આ યોજનાથી રાજયનાં નગરો અને મહાનગરોનો સમુચિત વિકાસ થઇ રહ્યો છે. એવું આજે રાજયનાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વલસાડ જિલ્લાનાં ઉમરગામ નગરપાલિકાનાં 7.1 કરોડનાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજનનાં કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું. આ અવસરે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્કાબેન શાહ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલ, VIAનાં પ્રેસિડેન્ટ સતીષભાઇ પટેલ હાજર રહ્યા હતા.

દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સંભાળ્યા પછી પીવાનું પાણી, સ્વચ્છતા અભિયાન કે કલાઇમેટ ચેન્જની વાત હોય એમ દરેક ક્ષેત્રમાં દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે. મંત્રીએ કલાઇમેટ ચેન્જ બાબતે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જીનીવામાં મળેલ વૈશ્વિક બેઠકમાં વર્ષ 2070 સુધીમાં ભારત દેશમાં ઝીરો કાર્બન એટલે કે કોલસાનો વપરાશ નહી થાય અને ઇ.સ. 2030 સુધીમાં ગુજરાત રાજયમાં 50% રીન્યુએબલ એનર્જીનો વપરાશ થશે એમ જાહેર કર્યુ હતું તેનો ઉલ્લેખ કર્યો હતો.

મંત્રીએ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત 12 કરોડનાં ખર્ચે તૈયાર થનારી અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગના કારણે ઉમરગામ શહેરમાં વીજથાંભલાઓ દૂર થશે. નગરનાં રોડ સુંદર બનશે તેમજ વીજકાપ વિના વીજની ગુણવત્તા ટૂંક સમયમાં ઉમરગામનાં નગરજનોને મળશે એમ જણાવી 1.74 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા ઉમરગામ નગરસેવા સદનનું લોકાર્પણ કર્યુ હતું. આ નગરસેવાના મકાન માટે નગરપાલિકાનાં ભૂતર્પૂવ પ્રમુખોના યોગદાનને પણ બિરદાવ્યો હતો.

મંત્રીએ નગરજનોને માટે 4.14 કરોડનાં ખર્ચે તૈયાર થનાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાનના અયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્લાન્ટનું અમલીકરણ સારી રીતે કરવા અને તેનું મોનીટરીંગ કરવા માટે નગરજનોને જણાવ્યું હતું. 1.22 કરોડનાં ખર્ચે તૈયાર થનાર લોકમાન્ય ટિળક લાઇબ્રેરીમાં નગરજનોને સારા પુસ્તકો વાંચવા મળશે તેનો લાભ લેવા માટે નગરજનોને જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ર્ડા .કે.સી. પટેલ અને ઉમરગામનાં ધારાસભ્ય રમણલાલ પાટકરે પ્રસગોચિત પ્રવચનો કર્યા હતા. સ્વાગત પ્રવચન નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી ચારૂશીલા પટેલે અને આભારવિધિ ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાનાં ઉપપ્રમુખ ગણેશભાઇ બારી, કારોબારી સમિતિના ચેરમેન ગૌરવ કોન્ટ્રાકટર, સંગઠનના વર્ષાબેન રાવલ, જશુમતીબેન દાંડેકર, દિલીપભાઇ તેમજ નગરજનો હાજર રહ્યા હતા.

Previous Post Next Post