Tuesday, May 9, 2023

વાઘાસણ ગામમાં ઘરની અંદર રાખેલી ઈંગ્લીશ દારૂની 744 બોટલ સાથે એક શખ્સને પોલીસે દબોચ્યો | Police nabs a man with 744 bottles of English liquor kept inside a house in Waghasan village | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

થરાદ પોલીસ વાઘાસણ ગામેથી રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસ ને મળેલી બાતમી હકીકત આધારે થરાદના વાઘાસણ ના જયંતિભાઈ વજીર પોતના ઘરે દારૂ હોવાની બાતમી મળતા થરદ પોલીસે રેડ દરમિયાન રહેણાંક મકાન માંથી 744 દારૂની બોટલો ઝડપી પાડી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા થરાદ પોલિસ સ્ટેશન નાઓની રાહબરી તેમજ હકિકત આધારે થરાદ પોલીસ વિસ્તારના વાઘાસણ ગામમાં રહેતો જયંતીભાઈ રડમલભાઈ વજીર રહે વાઘાસણ થરાદ વાળાએ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘર માં ગેરકાયદેસર અને વગર પાસપરમીટનો જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલો ટીન 744 રાખી રેઈડ દરમ્યાન સ્થળ ઉપર હાજર મળી આવી ગુનો કરેલ હોય ધી પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.