વલસાડ જિલ્લામાં 75 અમૃત સરોવરની કામગીરી મુદ્દે યોજાયેલા કાર્યક્રમમાં યોજનાના ઉદેશ્ય અંગે જાગૃત કરવામાં આવ્યા | In the program held on the issue of 75 Amrit Sarovar in Valsad district, awareness was given about the purpose of the scheme. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In The Program Held On The Issue Of 75 Amrit Sarovar In Valsad District, Awareness Was Given About The Purpose Of The Scheme.

વલસાડ7 કલાક પહેલા

  • કૉપી લિંક

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે તા. 24 એપ્રિલ, 2022નાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિશન અમૃત સરોવરોના નિર્માણ અને કાયાકલ્પ દ્વારા ભાવિ પેઢી માટે જળ સુરક્ષા પુરી પાડવાનાં ઉદ્દેશ્ય સાથે જિલ્લા દીઠ કુલ 75 અમૃત સરોવરનું આયોજન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં કુલ 75 અમૃત સરોવરનાં નવનિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લાનાં કુલ 75 અમૃત સરોવરની સુશોભનની કામગીરી તથા તેના ઉદ્દેશો વિશે જાગૃત કરવા અને સહભાગીતા વધારવા માટે જિલ્લા કક્ષાએ તા.20 મે 2023નાં રોજ બપોરે 1 કલાકે વલસાડ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આરોગ્ય શાખાના મીટિંગ હોલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં દમણગંગા નહેર વિશાખા વિભાગ નં.-1 વાપી-વલસાડના કાર્યપાલક ઈજનેર, મનરેગાના નાયબ જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડિનેટર અને સરોણ ગ્રામ પંચાયતના વહીવટદાર દ્વારા અમૃત સરોવરનાં ઉદેશ્ય વિશે જાગૃત કરવા તેમજ સહભાગીતા વધારવા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

આઝાદીનાં 75 વર્ષની ઉજવણી માટે અમૃત સરોવરનાં સ્થળે સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શિલાન્યાસ, વૃક્ષારોપણ અને ધ્વજવંદન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી ચુંટાયેલા પ્રતિનિધિઓ, પીઆરઆઈનાં પ્રતિનિધિ, સ્વ સહાય જુથો, યુવાનો અને શાળાના બાળકોને એક સામુદાયિક કાર્યક્રમમાં સહભાગી કરી સ્વતંત્ર સેનાની અથવા તેના પરિવારનાં સભ્યો અથવા શહીદનાં પરિવાર દ્વારા અથવા સ્થાનિક પંચાયતનાં સૌથી વરિષ્ઠ નાગરિકને આવી તમામ ઘટનાઓમાં ગૌરવનું સ્થાન આપવાની જાણકારી આપવામાં આવી હતી.

અમૃત સરોવરનો હેતુ જળ સંચયની સાથે લોકોની ભાગીદારીની સાથે સમુદાયની સામૂહિક ભાવનાને ઉજાગર કરવાનો છે. અમૃત સરોવરનાં સ્થળે બ્યુટીફિકેશનનાં ભાગરૂપે પ્લેટફોર્મની આસપાસ પેવર બ્લોક કરવું ઉપરાંત સોલાર લાઈટ, બેન્ચ, સ્ટોન પિચિંગ, બાળકો માટે ૨મવાની જગ્યા અને રસ્તાના વિકાસ સહિતના કામોનું આયોજન કરવા અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા. આ સેમિનારમાં જિલ્લાનાં કુલ ૭૫ અમૃત સરોવરનાં સબંધિત તમામ પંચાયત પ્રતિનિધિ અને પંચાયત લેવલ ઓફિસર તેમજ સબંધિત લાઈન ડિપાર્ટમેન્ટનાં અધિકારી/કર્મચારીઓ અને તાલુકા કક્ષાનાં અધિકારી/ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Previous Post Next Post