વિજયનગરમાં એસ.ટી. ડેપો બનાવવા માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું; આઝાદીના 75 વર્ષ પછી વિજયનગર એસટી ડેપોથી વંચિત | ST in Vijayanagar. Application letter given to Mamlatdar for building depot; Deprived of Vijayanagar ST depot after 75 years of independence | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં સોમવારે ગુજરાત સ્થાપના દિવસે વેપારીઓ અને નગરજનોએ પ્લેકાર્ડ સાથે રેલી યોજીને મામલતદારને એસટી ડેપો બનાવવા માટેની માગ સાથેનું મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. 30 દિવસમાં સકારાત્મક જવાબ નહીં મળે તો પ્રજાજનો આંદોલનના માર્ગે વળશે.

આ અંગેની વિગત એવી છે કે, વિજયનગરના વેપારી એસોસીએસન અને નગરજનોએ એસટી ડેપોની માગ માટે વાઘોડિયા વડલાથી પ્લેકાર્ડ સાથે રેલી યોજી હતી. જે રેલી મામલતદાર કચેરી પહોંચી હતી. જ્યાં વેપારીઓએ મામલતદારોએ મુખ્યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં વેપારીઓ અને નગરજનોએ સ્વહસ્તાક્ષરે સહીંઓ કરી હતી. જે આવેદનપત્રમાં મુખ્યમંત્રીને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પછી પણ એસટી ડેપોની સુવિધા પ્રાપ્ત થઇ નથી. ત્યારે મુસાફર જનતા-સીનીયર સીટીઝન દેશની સેવામાં ફરજ બજાવતા સૈનિકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તાલુકાની પ્રજાને એસટી ડેપોથી વંચિત રાખવા માટે જવાબદાર તંત્ર છે. એસટી ડેપો નહીં હોવાને લઈને ગમે ત્યારે એસટી રૂટો રદ અથવા બંધ કરી દેવામાં આવે છે. તો હાલમાં 10 રૂટો બંધ કરવામાં આવ્યા છે. દેશમાં વિકાસની ગતિ તેજ છે ત્યારે તાલુકાને વિકાસ તરફ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. રાજકીય-સામાજિક અગ્રણીઓ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં 75 વર્ષથી એસટી ડેપોનો લાંભ મળ્યો નથી. 30 દિવસમાં એસટી ડેપો માટે કોઈ સકારાત્મક કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની વાત જણાવી છે.

આ અંગે આવેદન આપનાર ઈશ્વરભાઈ પટેલ તથા તાલુકાના પ્રજાજનોએ જણાવ્યું હતું કે, 30 દિવસમાં કોઈ સકારાત્મક જવાબ નહીં મળે તો પાલ ખાતે સૌ પુષ્પાંજલિ કરીને એક દિવસનો ઉપવાસ કાર્યક્રમ કરવામાં આવશે. ત્યારબાદ આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવશે. 75 વર્ષમાં ગુજરાતને મુખ્યમંત્રીઓ મળ્યા, તાલુકાને ધારાસભ્યો મળ્યા, જિલ્લાને સાંસદો મળ્યા, પરંતુ આ શહીદોની ભૂમિને આજદિન સુધી એસટી ડેપોની સગવડ નથી મળીએ સૌ કોઈ માટે શરમજનક વાત છે.

Previous Post Next Post