અમરેલી એસ.ટી વિભાગમાં એક જ દિવસમાં 7,54,190ની આવક થઈ, 140 બસો દોડાવવામાં આવી હતી | 7,54,190 revenue in a single day in Amreli ST division, 140 buses were run. | Times Of Ahmedabad

અમરેલી44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ગત રવિવારે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ હતી. જેને પગલે અમરેલી એસ.ટી. વિભાગને આ પરીક્ષાનાં કારણે મોટી આવક થઈ છે. પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યા 2 લાખ કરતા વધુ હોવાથી શનિવાર અને રવિવારે એસ.ટી. વિભાગને કરોડો રૂપિયાની આવક થતા એસ.ટી. ના ઇતિહાસમાં રાજયભરમાં સૌથી મોટી દૈનિક આવક થઈ છે.

અમરેલી એસ.ટી. ડિવિઝનમાં કુલ 140 બસ દોડાવવામાં આવી હતી. અમરેલી એસ.ટી. ડિવિઝનને માત્ર રવિવારના દિવસે જ 7,54,190 ની આવક થઈ હતી. આમ તલાટીની પરીક્ષા એસ.ટી. વિભાગને ફળી હતી. અમરેલી જિલ્લામાં તમામ એસ.ટી. ડેપોમાં રવિવારના દિવસે ભારે ટ્રાફિક જોવા મળી હતી.

રાજ્યમાં સૌથી વધુ મહેસાણા ડિવિઝનમાં આવક થઈ

રાજ્યમાં સૌથી વધુ મહેસાણા એસ.ટી. ડિવિઝનમાં આવક થઈ છે. જેમાં 3650 વધારાની ટ્રીપ કરી હતી. ઉપરાંત દરેક જિલ્લામાં કંટ્રોલરૂમ કાર્યરત પણ કરવામાં આવ્યાં હતા. મહેસાણા ડિવિઝનમાં 12 ડેપોમાં 1 કરોડથી વધારે રૂપિયાની આવક થઈ છે. તેની સાથે પાલનપુર ડિવિઝનને પણ અંદાજે 95 લાખ જેટલી આવક થઈ હતી સાથે અમદાવાદ ડિવિઝનને 92 લાખ જેટલી આવક નોંધાય છે. આમ રાજયભરમાં એસ.ટી. વિભાગને તલાટીની પરીક્ષામાં ભરપૂર આવક થઈ છે. રાજ્ય સરકાર દ્વારા તલાટીની પરિક્ષાઓને ધ્યાનમાં લઈ ઉમેદવારો માટે ખાસ એસ.ટી. બસો દરેક જિલ્લામાં ફાળવી દેવાઈ હતી. જેના કારણે તલાટીની પરીક્ષા આપનાર લોકો મોટાભાગે એસ.ટી. નો સહારો લેતા એસ.ટી. વિભાગને વધુ આવક થઈ છે.