- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- New Address Parking Stand For Intoxicants, Crime Branch Seizes Over 6 Lakh Worth Of Contraband Including 771 Liquor Bottles Ahead Of Rath Yatra
અમદાવાદ12 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદમાં હવે બેઝમેન્ટ પાર્કિંગ જાણે દારૂના અડ્ડા બની ગયા છે. દારૂના વ્યસનીઓ માટે પાર્કિંગ સ્ટેન્ડ દારૂ લેવા નવું સરનામું બની ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રા પહેલા ફરી એકવાર પાર્કિંગ સ્ટેન્ડમાં ચાલતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપીને પકડવા દારૂ લઈને જતી એક કારનો ફિલ્મી ઢબે ક્રાઇબ્રાન્ચની ટીમે પીછો કર્યો. જેમાં એક આરોપી કૂદીને ફરાર થઈ ગયો.
એસટી બસ સ્ટેન્ડના પાર્કિંગમાં જ દારુનું વેચાણ
અમદાવાદ શહેરમાં હવે બુટલેગરોએ સરકારી જગ્યા પર જ દારૂનો અડ્ડો જમાવ્યો છે ! અમદાવાદ શહેરના રાણીપ એસટી બસ સ્ટેન્ડના પાર્કિંગના બેઝમેન્ટના લેવલ-2માંથી દારૂ ભરેલી બે કાર સાથે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં 97 હજારની કિંમતની 771 દારૂની બોટલ સહિત કુલ 6,57,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે અંકિત પરમાર અને કેસરસિંહ રાજપૂત નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી અંકિત પરમાર વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ આરોપી છે. આરોપી અંકિત રાજસ્થાનથી આ દારૂ લાવ્યો હતો, જેનું વેચાણ પણ એસટી બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી જ કરતો હતો.
પોલીસે દારુ ભરેલી કારનો પીછો કર્યો
બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અન્ય ટીમ દ્વારા દારૂ ભરેલ કાર ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, દારૂ ભરેલ એક કાર ચાંદખેડા વિસ્તારમાં પ્રવેશી છે, જેનો પોલીસે પીછો કર્યો. ચાંદખેડાથી લઈને સુભાષ બ્રિજ, ડફનાળા, શાહીબાગ સુધી અડધો કલાક સમય જેટલો તેનો પીછો કર્યો. જે દરમિયાન એ આરોપી ગાડીમાંથી કૂદીને ભાગી છૂટવામાં સફળ થયો.
અન્ય પાર્કિંગ સ્ટેશનમાં પણ પોલીસ તપાસ કરશે
અગાઉ 18 મેના દિવસે ધીમે-ધીમે નવરંગપુરાના અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત મલ્ટી લેવલ પાર્કિંગમાંથી દારૂ ભરેલી ચાર કાર ઝડપી પાડી હતી. તેવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે બુટલેગરો દ્વારા દારૂ માટે અજમાવતા નવા કિમિયા પર શકન જો મેળવવા માટે અન્ય પાર્કિંગ સ્ટેશનમાં પણ તપાસ કરશે.