ધ્રાંગધ્રાના નારીચાણા ગામે યોજાયેલા લગ્નમાં 8 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, તમામ દીકરીઓને કરિયાવરમાં 178 વસ્તુ આપવામાં આવી | 8 newly wedded couples step into prabhuti at a wedding held at Narichana village in Dhrangadhra, 178 items were given to all the daughters in Kariyavar. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • 8 Newly Wedded Couples Step Into Prabhuti At A Wedding Held At Narichana Village In Dhrangadhra, 178 Items Were Given To All The Daughters In Kariyavar.

સુરેન્દ્રનગર3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે હનુમાનજી મદિરનાં આંગણે તૃતિય સમૂહ લગ્નનું ધામધૂમ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 8 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તમામ દીકરીઓને કરિયાવરમાં તિજોરી, ફ્રીઝ, ટીવી એવી નાની મોટી 178 વસ્તુનું દાન કરવામાં આવ્યું હતું.

મંદીરનાં કોઠારી હનુમાનદાસ બાપુ અને મહંત રોહિતદાસ બાપુ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું સંચાલન સરપંચ હસુભાઈ પટેલ અને ગામ લોકો દ્વારા કરાયું હતુ. અને સમગ્ર ગામ એક રસોડે જમ્યુ હતું. આ સમૂહ લગ્નમાં ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્નનાં આગળની રાત્રે રાસગરબા તથા સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં યુવાનો અને મહિલાઓએ ખૂબ જ સેવા આપી અને આ પ્રસંગને સફળ બનાવ્યો હતો.

Previous Post Next Post