ગ્રેચ્યુટી કન્ટ્રોલીંગ ઓથોરીટીએ કામદારોને ગ્રેચ્યુટી ચુકવવાનો હુકમ કરતા જૂનાગઢ ખાનગી ટ્રાવેલ્સના 8 ડ્રાઈવરોની ગ્રેચ્યુટીની ચુકવણી કરાઇ | Gratuity Controlling Authority orders payment of gratuity to workers Junagadh pays gratuity to 8 drivers of Private Travels | Times Of Ahmedabad

જુનાગઢ11 કલાક પહેલા

  • કૉપી લિંક

ખાનગી ટ્રાવેલ્સ લી.ની સામે પોતાની ગ્રેચ્યુટી મેળવવા માટે જુનાગઢ ગ્રેચ્યુટી કન્ટ્રોલીંગ ઓથોરીટી સમક્ષ તા.20/12/2021 ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.આ કેસ કન્ટ્રોલીંગ ઓથોરીટી સમક્ષ ચાલી જતા તા.29/06/2022 ના ગ્રેચ્યુટી કન્ટ્રોલીંગ ઓથોરીટીએ કામદારોને ગ્રેચ્યુટી ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવેલ જેની સામે ખાનગી ટ્રાવેલ્સ લી.દ્વારા રાજકોટ અપીલ કરવામાં આવી હતી. અને ગ્રેચ્યુટીના એપેલેન્ટ અધિકારી સમક્ષ તા.15/11/2022 ના દાખલ કરવામાં આવેલ અને આ કેસમાં પુરાવા માટે જુનાગઢ રીમાન્ડ બેક થયેલ ત્યારે જુનાગઢના ગ્રેચ્યુટી કન્ટ્રોલીંગ અધિકારી સમક્ષ કેસ ચાલતા ખાનગી ટ્રાવેલ્સ લી. અને ડ્રાઈવરો સમક્ષ તા.22/5/2023 ના રોજ આ કેસમાં સુખદ સમાધાન થતાં કંપનીએ ડ્રાઈવરોને મુળ રકમ ગ્રેચ્યુટીની રકમ આપવા તૈયારી બતાવેલ જયારે કામદારોએ પક્ષ સાથે સમજાવટથી ગ્રેચ્યુટીનું વ્યાજ જતુ કરેલ હતું આ સમાધાન થતા

ખાનગી ટ્રાવેલ્સ ના ડ્રાઇવર હરસુખભાઈ સોંદરવાના વારસદારોને રૂા.81,793, હાલેપૌત્રા ઉમરભાઈને રૂા.81,793,વાસુરભાઈ ડવના વારસદારોને રૂા.81,793,અરજણભાઈ ભારાઈન રૂા.81,793સૈયદ અજમીયા ને રૂા.49,076,જસવંતસિંહ રાજપુતને રૂા.35,989,પરબતભાઈ ખટાણાને રૂા.71,978,જમનભાઈ રૂપાપરાને રૂા.16,154નો ચેક ખાનગી ટ્રાવેલ્સ લી. કંપની દ્વારા આપવામાં આવેલ હતા.

આ ગ્રેચ્યુટી કેસમાં C.I.T.U. ના પ્રદેશ ઉપાધ્યક્ષ બટુકભાઈ મકવાણા, મહાસાગર બસ ડ્રાઈવરનું યુનિયન, એકતા બસ ડ્રાઈવર એસોસીએશનના મહામંત્રી ફીરોઝભાઈ શેખ અને ડ્રાઈવરો તરફે યુનિયનના એડવોકેટ જીસાન હાલેપૌત્રા રોકાયેલ હતા.