વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો ધો.8માં ભણતો વિદ્યાર્થીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેફર લઈને આવું છું કહીને ઘરેથી નીકળ્યા બાદ વિદ્યાર્થી લાપતા થઈ ગયો છે. જેને પગલે પરિવાર ચિંતામાં મુકાઇ ગયો છે.
વિદ્યાર્થીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી મહિલા નિલોફર ગુલામ મોહમદ કુરેશીએ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઘરકામ કરું છુ. મારા પતિ ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મારે સંતાનમાં બે બાળકો છે, જેમાં મોટો દિકરો 14 વર્ષનો છે અને ખાનગી સ્કૂલમાં ધો.8માં ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરે છે અને ધોરણ-8માં પાસ થયો હતો અને નાનો દીકરો 9 વર્ષનો છે. જે ધોરણ 3 માં અભ્યાસ કરે છે.
છોકરો ઘરેથી નીકળ્યા બાદમાં પરત ફર્યો નહીં
24 મેના રોજ મારા બંને દીકરા ઘરે હાજર હતા તે દરમ્યાન મારા બન્ને દિકરા ગોસીયા મસ્જીદ ખાટકીવાડા ખાતે નમાજ પઢવા માટે ગયા હતા. તેઓ બન્ને દિકરા મારા ઘરે પરત આવેલ અને પાચેક મિનિટ અમારા ઘરમાં બેસી અને ત્યારબાદ બપોરના આશરે બે વાગ્યાના સુમારે મારો મોટો દિકરો ઘરની બહાર નિકળીને આંગણામાં ચપ્પલ પહેરતા મે તેને જનાવ્યુ કે, ક્યાં જાય છે તો તેણે મને જણાવેલ કે હું બહાર જાવ છું અને વેફર લઇને આવુ છુ, તેમ જણાવીને તે ઘરેથી નિકળી ગયો હતો.
આજુબાજુમાં તપાસ કરતા દીકરાની કોઈ જાણ થઈ નથી
મારા મોટા છોકરાની પાછળ મારો નાનો દિકરો પણ વેફર લેવા માટે ગયો હતો અને થોડીવારમા મારો નાનો દિકરો ઘરે પરત આવી ગયો હતો. તેણે મને જણાવ્યું કે ભાઇ ક્યાંય જોવા મળ્યો નથી, તેમ જણાવતા મે મારી માતા મોમતાજબાનુ નાઓને ફોન કરી જણાવતા તેઓએ જણાવ્યું હતું કે, તારો છોકરો અહીં તો આવ્યો નથી, જેથી મારા દિકરાની મારા સગાવ્હાલા તથા વડોદરા શહેર વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ, મારો દિકરો મળી આવ્યો નહોતો. મારો દીકરો ગુજરાતી, ઇંગ્લીશ, હિન્દી ભાષા બોલે છે. મારા દિકરાએ આસમાની કલરનો પ્રિન્ટેડ શર્ટ તથા બ્લ્યુ કલરનું પેન્ટ તેમજ પગમાં કોફી કલરના ચપ્પલ પહેરેલ છે. આ મારો દિકરો હાલમાં મને કોઇના ઉપર શંકા નથી.