ભાવનગરનાં વરતેજમાં પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી તપાસ કરતા મોબાઈલ સહિત કુલ 81,460 રૂં નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો | Police raided a residential house in Vartej, Bhavnagar and seized a total of Rs 81,460 including mobile phones. | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગરનાં વરતેજ ગામે દાદાની ડેલી ખાતે આવેલા રહેણાંકના મકાનમાં વરતેજ પોલીસે દરોડો કરી તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી અને અન્ય એક શખ્સની શોધ-ખોળ હાથ ધરી હતી. આ બનાવ અંગે વરતેજ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયા
આ દરોડા વિશે મળતી માહિતી મુજબ વરતેજ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવિન ત્રિવેદી નામનો શખ્સ બહારથી વિદેશી દારૂ અને બિયર લાવી વેપાર કરતો હતો. વરતેજ પોલીસે વરતેજના જૈન દેરાસર પાસેથી ભાવિન ત્રિવેદીને ઝડપી લીધો હતો. દરમિયાન ભાવિન ત્રિવેદીની આગવી ઢબે પૂછપરછ કરતા કબુલાત કરી હતી કે, મહીપાલસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.26 સાથે મળીને વિદેશી દારૂ અને બિયરનો ધંધો કરતા હોવાની કબુલાતા કરી હતી. વરતેજ પોલીસે ભાવિન ત્રિવેદીને સાથે રાખી વરતેજના દાદાની ડેલી જૈન દેરાસર ખાતે રહેતા મહિપાલસિંહ ના રહેણાંકના મકાનમાં દરોડો કરી તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા વરતેજ પોલીસે ભાવિન દિલીપભાઈ ત્રિવેદી અને મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને ઇગ્લીશ દારૂની બોટલ નંગ 87 કી.રૂ.28,600, બીયર ટીન નંગ-310 કી.રૂ.32,860 તથા મોબાઇલ નંગ-2 કી.રૂ.20,000 મળી કુલ રૂ.કી.રૂ.81,460 નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે વિદેશી દારૂ પહોંચાડનાર જાવેદ જાકીરભાઇ કુરેશીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Previous Post Next Post