Sunday, May 14, 2023

દાહોદમા ધામરડામા ચાલતા જતા 85 વર્ષિય વૃધ્ધાનુ કારની ટક્કરે મોત | An 85-year-old man died after being hit by a car while walking in Dahod. | Times Of Ahmedabad

દાહોદ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

દાહોદ તાલુકાના ધામરડા ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક ૮૫ વર્ષીય વૃધ્ધાને અડફેટમાં લેતાં વૃધ્ધાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારજનો દવાખાને લઈ ગયા
ગત તા.13મી મેના રોજ ધામરડા ગામે હોળી ફળિયામાંથી એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો. તે સમયે ત્યાંથી રસ્તે ચાલતા પસાર થતાં 85 વર્ષીય મનીબેન વીરસીંગભાઈ પરમાર (રહે. ધામરડા, હોળી ફળિયું, તા. જિ. દાહોદ) ને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં મનીબેનને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં મનીબેનને તાત્કાલિક પરિવારજનો દ્વારા નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ ફરિયાદ નોંધાવાતા કાર્યવાહી
જયા સારવાર દરમિયાન મનીબેનનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ધામરડા ગામે હોળી ફળિયામાં રહેતાં તરૂણભાઈ દલસીંગભાઈ પરમારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.