બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના શહેરમાં 85 જગ્યાએ હોર્ડિંગ્સ લગાવવા AMCની મંજુરી, બંધ ફુવારા ચાલુ કરવા સૂચના | AMC approves installation of hoardings at 85 places in Dhirendra Shastri's town of Bageshwar Dham, instructions to turn on closed fountains | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AMC Approves Installation Of Hoardings At 85 Places In Dhirendra Shastri’s Town Of Bageshwar Dham, Instructions To Turn On Closed Fountains

અમદાવાદ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદ શહેરમાં બાગેશ્વરધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબારી યોજવાનો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના હોર્ડિંગ્સ શહેરના વિવિધ 85 જગ્યાએ લગાવવા માટેની મંજૂરી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવનાર છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના હોર્ડિંગ્સ લગાવવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી જે આપવામાં આવી છે. આ ઉપરાંત જે પણ કોર્પોરેશનને લગતી સુવિધાઓ જેવી કે ટોયલેટ વાન, સાફ સફાઈ વગેરે માંગવામાં આવશે તે તમામ સુવિધાઓ પાડવામાં આવશે.

પક્ષીઓ માટે પાણીના કુંડા પણ મુકવા સૂચના
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં ઉનાળાની ગરમી પડી રહી છે. ત્યારે વિવિધ જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે ફુવારાઓ લગાવવામાં આવ્યા છે તેમાં કેટલાક ફુવારાઓ બંધ હોવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. શાહીબાગ, નારણપુરા, વસ્ત્રાલ, નવા વાડજ, સરદારનગર, ચાંદલોડિયા, બોડકદેવ, ગોતા સહિતના વિસ્તારોમાં ફુવારા બંધ હોવાનું સામે આવ્યું છે. શહેરના 45 જગ્યાએ લગાવવામાં આવેલા ફુવારામાંથી આ 9 જેટલા ફુવારાઓ બંધ હોવાની સામે આવતા તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. શહેરના તમામ 290 ગાર્ડનમાં પક્ષીઓ માટે પાણીના કુંડા પણ મુકવા માટેની સૂચના આપવામાં આવી છે.

નવી ઇનોવા ખરીદવા માટેની દરખાસ્ત
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કોર્પોરેશનના બે અધિકારીઓ માટે રૂપિયા 38 લાખના ખર્ચે નવી ઇનોવા ખરીદવા માટેની દરખાસ્ત મંજૂરી આપવામાં આવી છે. હાલમાં બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પાસે જે વાહન ફાળવવામાં આવ્યું છે તે ભાડાનું વાહન છે. નવી બંને ઈનોવા ખરીદવા માટે થઈ કંપનીની સાઇટ પાસેથી ભાવ મુજબ બંને ઇનોવા ખરીદવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેને આજે ભાજપના સત્તાધીશોએ મંજૂરી આપી છે.

Previous Post Next Post