સાબરકાંઠા (હિંમતનગર)22 મિનિટ પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શનિવારે ટાઉન હોલમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 87 યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.
હિંમતનગરમાં ડૉ.નલીનકાન્ત ગાંધી ટાઉન હોલમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત પ્રથમ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત શરૂઆત કરી હતી. આ જીવનસાથી પસંદગી મેળામાં 9 યુવતીઓ અને 78 યુવકો મળી 87 યુવકો-યુવતિઓએ ભાગ લીધો હતો. પ્રથમ જીવનસાથી પસંદગી મેળામાં યુવકો અને યુવતીઓ જીવનસાથી પસંદ કરવા માટે પોતાનો પરિચય વિશેષતા સાથે આપ્યો હતો.
આ પ્રથમ જીવનસાથી મેળામાં કેસરડી જોધલપીર વંશજ લાલદાસબાપુને સમાજના આગેવાનો સન્માનિત કરીને સાલ ઓઢાડી હતી. તો ત્યારબાદ ઉપસ્થિત સૌને આર્શીવાચન પાઠવ્યા હતા. આ સંમેલનમાં સ્વાગત પ્રવચન ટ્રસ્ટના પ્રમુખ શશીકાંતભાઈ સોલંકીએ કર્યું હતું. તો પ્રથમ જીવનસાથી પસંદગી મેળામાં ઉત્તર ગુજરાત પંચ પરગણા વણકર સમાજ મંત્રી ડૉ.અમતૃભાઈ પરમાર, ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી કાનજીભાઈ, ઉપપ્રમુખ ગોવિંદભાઇ પ્રણામી, ભીખાભાઇ પટોડિયા, સતિષભાઈ વણકર, મહેશભાઈ પરમાર, કેશાભાઈ રાઠોડ, લલિતભાઈ પ્રણામી સહિત વણકર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.