વલસાડના ગુંદલાવ-ખેરગામ રોડ પર બુલેટ ટ્રેનની કામગીરી માટે રસ્તો 9 થી 11 મેં સુધી રાત્રે 10-30 થી સવારે 4 સુધી બંધ રહેશે | The road will be closed from 9 to 11 May from 10-30 pm to 4 am for bullet train operation on Gundlao-Khergam road in Valsad. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Road Will Be Closed From 9 To 11 May From 10 30 Pm To 4 Am For Bullet Train Operation On Gundlao Khergam Road In Valsad.

વલસાડ4 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ તાલુકાના ગુંદલાવ ખેરગામ રોડ ઉપર બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું હોવાથી 9થી 11 મેં દરમ્યાન રાત્રીના 10:30થી વહેલી સવારે 4 કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટરે વલસાડ અને ખેરગામ રાત્રે અવર જવર કરતા વાહન ચાલકોને જાહેરનામના માધ્યમથી જણાવવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાની જાહેર જનતા જોગ જણાવવાનું કે, વલસાડથી ગુંદલાવથી ખેરગામ તરફ જતા SH-૬૭ ઉપર ગોરવાડા ગામ પાસે આવેલા ક્રોસિંગ બ્રિજ નં. 859 ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટની સ્થાપના માટે ગુંદલાવ-ખેરગામ રોડને થોડા સમય માટે બંધ કરવો જરૂરી જણાય છે. ઉપરોક્ત હકીક્ત ધ્યાને લઈ જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે, ગુંદલાવ -ખેરગામ રોડને બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સુપર સ્ટ્રક્ચર ગર્ડર સેગમેન્ટની કામગીરી માટે તા.9મી.મે 2023થી તા.11મી મે 2023 સુધી રાત્રીના 10-30 કલાકથી વહેલી સવારના 4 કલાક સુધી વાહન વ્યવહાર માટે બન્ને બાજુથી બંધ રાખવામાં આવનાર છે. જેથી ગુંદલાવ થી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ તરફ વાહનો આવન-જાવન કરી શકશે નહી.

આ રૂટ પરથી પસાર થતા વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે આ મુજબ છે. ગુંદલાવથી ખેરગામ તથા ખેરગામથી ગુંદલાવ જતા ફક્ત નાના વાહનો ગોરવાડા ત્રણ રસ્તા થઈ ગોરવાડા ગ્રામ પંચાયત થઈ પાલણ ફાટક થઈ ખેરગામ રોડ તરફ અવર-જવર કરી શકશે. જેની સર્વે જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Previous Post Next Post