Tuesday, May 9, 2023

વડગામના ધોતા લક્ષ્મીપુરા ગામમાં ઘાસચારો ખાધા બાદ 9 પશુઓના ટપોટપ મોત, પાંચને બચાવી લેવાયા | 9 cattle died after eating fodder in Dhota Laxmipura village of Vadgam, five were rescued | Times Of Ahmedabad

પાલનપુરએક કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ગામમાં રહેતા એક ખેડૂતના આજે 9 પશુઓના ટપોટપ મોત થતા ખેડૂત પર મુસીબતોનું આભ ફાટ્યું હતું. ખેતરમાં ઘાસચારો ખાધા બાદ પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

વડગામના ધોતા લક્ષ્મીપુરા ગામમાં રહેતા ગિરીશસિંહ રાજપૂત નામના ખેડૂતના પશુઓ આજે ખેતરમાં ચરી રહ્યા હતા ત્યારે ઘાસચારો ખાધા બાદ પશુઓ તરફડવા લાગ્યા હતા અને એક બાદ એક 9 પશુઓ મોતને ભેંટ્યા હતા. ડોકટરો દ્વારા તાત્કાલીક સારવાર આપી પાંચ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.