ડેપ્યુટી મ્યુનિ.કમિશનરનો દાવો, પ્રિ-મોન્સુનની કામગીરી 94 ટકા પૂર્ણ, માત્ર 6% બાકી | Deputy Municipal Commissioner claims, pre-monsoon work 94 percent complete, only 6% remaining | Times Of Ahmedabad
વડોદરા29 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રિ-મોન્સુન કામગીરી માટે બેઠક મળી
કમોસમી વરસાદ સાથે ચોમાસાની ઋતુના એંધાણ શરૂ થઇ ગયા છે. જોકે, સત્તાવાર ચોમાસાની ઋતુ શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રવર્તમાન વર્ષે વડોદરાના લોકોને ચોમાસામાં કોઇ તકલિફ ન પડે તે માટે પ્રિ-મોન્સુન કામગીરી 94 ટકા કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અને બાકીની 6 ટકા કામગીરી આગામી એક સપ્તાહમાં પૂર્ણ કરી દેવામાં આવશે તો વિશ્વાસ આપવામાં આવ્યો છે.
પોલ ખૂલી જાય છે
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવે છે. અને પ્રિ-મોન્સુન કામગીરી પાછળ ઝોન દીઠ રૂપિયા 50 લાખનો ખર્ચ કરવામાં આવે છે. પ્રતિવર્ષે સો ટકા પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવાના દાવાઓ પણ કરવામાં આવે છે. છતાં, ચોમાસાની શરૂઆત થાય ત્યારે માત્રે બે ઇંચ જેટલા વરસાદમાં પાલિકાની પ્રિ-મોન્સુનની પોલ ખૂલી જતી હોય છે. ત્યારે આ વર્ષે પણ પાલિકા દ્વારા 94 ટકા પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર
બાકીની કામગીરી ચાલી રહી છે
વડોદરા મહાનગર સેવા સદનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સગરે જણાવ્યું હતું કે, વડોદરાના તમામ ચાર ઝોનમાં પ્રિ-મોન્સુનની કામગીરી 94 ટકા જેટલી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકીની 6 ટકા કામગીરી આગામી સપ્તાહમાં પૂરી કરી દેવામાં આવશે. પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ બે માસ અગાઉથી કાંસની સફાઇ, ડ્રેનેજ, તળાવો સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અને હાલમાં પણ તળાવો તેમજ બાકી રહેલા કાંસની સફાઇની ઘનિષ્ઠ કામગીરી ચાલી રહી છે.
તળાવોની સફાઇ ચાલી રહી છે
તેમણે જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુમાં વડોદરાના લોકોને કોઇ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે તમામ ઝોનની કામગીરીની સમિક્ષા માટે આજે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરના જે નિચાણવાળા વિસ્તારો છે અને પાણી ભરાય છે તે વિસ્તારોમાં પમ્પ સેટ મુકીને પાણીનો ઝડપથી નિકાલ થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. વેસ્ટ ઝોનની વાત કરવામાં આવે તો તાંદલજા, ઉંડેરા જેવા તળાવોની સફાઇ ચાલી રહી છે. બાકીની જે કંઇ કામગીરી છે. તે આગામી સપ્તાહમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
Post a Comment