ભરૂચ28 મિનિટ પહેલા
- કૉપી લિંક
જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં માત્ર 35 કિલો વજન ધરાવતા કંચનબેન પટેલને 95 વર્ષની ઉંમરે સ્તન કેન્સર હોવાનું જણાયું હતું. સમય વેડફ્યા વગર ફૂલ ટાઈમ કેન્સર સર્જન ડૉ. દિવ્યેશ પાઠક દ્વારા દર્દીનું ઝડપથી નિદાન કરવામાં આવ્યું, ત્યારબાદ જરૂરી તપાસ કરી, યોગ્ય સાવચેતી સાથે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું અને સમગ્ર કેન્સર દૂર કરવામાં આવ્યું. ઓપરેશન બાદ દર્દી હરતું ફરતું થતા, તેને ફક્ત બે દિવસમાં જ રજા આપવામાં આવી હતી.
બીજા એક કેસમાં, ભરૂય જિલ્લામાં સૌ પ્રથમવાર ખુબજ મોટી અને જટિલ એવી ગુદામાર્ગના કેન્સર ની દૂરબીન દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. જેમાં 42 વર્ષીય સવિતાબેનને એનલ કેનાલના ઉપલા ભાગના સમાવેશ સાથે નીચલા ગુદામાર્ગના કેન્સર હોવાનું નિદાન થયું હતું. દર્દીની ઓ-એડજુવંટ કિમોથેરાપી અને રેડિયેશન થેરાપી આપવામાં આવી હતી. દર્દીએ બીજા જ દિવસથી સામાન્ય દિનચર્યા શરૂ કરી દીધી હતી.