Tuesday, May 16, 2023

ભરૂચના 95 વર્ષીય જગુભાઈ બેલાણીના નિધન બાદ દાહોદની ઝાયડ્સ મેડીકલ કોલેજમાં દેહદાન કરાયું | After the death of 95-year-old Jagubhai Belani of Bharuch, his body was donated to Zyds Medical College, Dahod. | Times Of Ahmedabad

ભરૂચ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચના 95 વર્ષીય જગુભાઈ બેલાણીનું દુઃખદ નિધન થતાં દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દેહદાન કરવામાં આવ્યું છે.

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ જે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન અને સાધન સહાય સહીત સામાજિક સેવા કાર્ય કરી રહી છે ત્યારે આજ રોજ 95 વર્ષીય જગુભાઈ બેલાણીનું દુઃખદ નિધન થતાં તેમના પરિવારજના સુપુત્રી યાત્રીબેન અને આશાબેન તેમજ તેઓના જમાઈ ડોક્ટર હિમાંશુભાઈ માલવણીયા દ્વારા સ્વર્ગીય જગુભાઈનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો અને સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજયભાઈ તલાટીનો સંપર્ક કર્યો હતો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને દાહોદ ખાતેની ઝાયડસ મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો. વર્ષ 2017માં પણ આ પરિવાર દ્વારા ડોક્ટર હિમાંશુભાઈ માલવણીયાના પિતા સ્વર્ગીય ચંપકલાલ માલવણીયાનું દેહદાન કરવામાં આવ્યું હતું.આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી , જીતેન્દ્ર પટેલ,ગીરીશભાઈ પટેલ ,ગૌતમભાઈ મહેતા, વિનોદભાઈ જાદવ હાજર રહ્યા હતા અને સેવાયજ્ઞ સમિતિ દ્વારા એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.