સરકારી પડતર જમીન પર ચારસો જેટલા આંબાનું વાવેતર કરાયું; પોરબંદર કલેક્ટરે આંબાવાડીની મુલાકાત લેતા વિકાસ માટે શક્ય તમામ મદદની ખાતરી આપી | About four hundred mangoes were planted on government waste land; Porbandar Collector assured all possible help for development while visiting Ambawadi | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- About Four Hundred Mangoes Were Planted On Government Waste Land; Porbandar Collector Assured All Possible Help For Development While Visiting Ambawadi
પોરબંદર4 કલાક પહેલા
- કૉપી લિંક
રાણાવાવ તાલુકાના રામગઢ ગામે પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ પંચાયત હસ્તકની આંબાવાડીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પંચાયતના આ સરાહનીય કાર્યને બિરદાવ્યું હતું. તેમજ ભવિષ્યમાં આ આંબાવાડીનો તમામ પ્રકારે વિકાસ થાય એ માટે સૂચનો કર્યા હતા તથા સરકારના વિવિધ વિભાગોમાંથી મળતી મદદ કરવાની ખાતરી આપી હતી.
રાણાવાવ તાલુકાના રામગઢ ગામે એક વર્ષ પહેલાં વાવેલ વિચારને આજે ફળ આવ્યાં છે. રામગઢ ગામે સરકારી પડતર જમીન પર ચારસો જેટલા આંબાનું વાવેતર કરી ઉછેર કરવામાં આવ્યો હતો. જેમાં જુદી જુદી સરકારી યોજનાઓ અને મનરેગા યોજનાની મદદથી સ્વરોજગારીની સાથે આંબાવાડી બનાવવામાં આવી હતી. આ આંબાવાડીમાં આ વર્ષે અનેક આંબામાં કેરીનો ફાલ જોવા મળ્યો છે. પ્રથમ વખત કેરીનો વેળ નાખતી વખતે પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણીએ ઉપસ્થિત રહી કેરી ઉતારી હતી.
સંપૂર્ણ ઝેર મૂકત અને પ્રાકૃતિક પધ્ધતિથી તૈયાર થયેલી કેરી દેખાવ અને સ્વાદમાં પણ અજોડ છે. આવતા વર્ષથી આ બાગમાં કેરીનું મબલખ ઉત્પાદન આપશે. કલેક્ટર લાખાણીએ રામગઢ ગ્રામજનોને અભિનંદન આપી બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે, બીજા ગામોએ આ બાબતની નોંધ લઈ અને આ રીતે પંચાયતોએ પગભર બનવા કાર્ય કરવું જોઈએ. સાથે જ અહીંની ઓર્ગેનિક કેસર કેરીનું પ્રોપર બ્રાન્ડિંગ થાય, માર્કેટિંગ થાય તેમજ પંચાયતને આ આંબાવાડીમાંથી સારી આવક થાય એ માટે સૂચનો કર્યા હતા. ત્યારબાદ તેઓએ પંચાયત કચેરીની મુલાકાત લઈ ગ્રામ્ય દફ્તર તપાસણી કરી હતી. તેમજ ગામની સ્થાનિક માહિતીનો તાગ મેળવ્યો હતો.
Post a Comment