દિલ્હીમાં સગીરાની વિધર્મીએ કરેલી હત્યા મુદ્દે ABVP દ્વારા અપરાધીનું પૂતળાદહન કરાયું | ABVP burnt effigy of minor in Delhi | Times Of Ahmedabad
રાજકોટ4 કલાક પહેલા
- કૉપી લિંક
દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે એક 16 વર્ષીય સગીરાની વિધર્મી યુવક દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેમાં એક વિધર્મી યુવકે ચાકુ વડે હુમલો કરી નિર્મમ રીતે સગીરાને મોતને ઘાટ ઉતારી હતી. આ મામલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોના આ રોષને વાચા આપવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં આગેવાનો અને કાર્યકરો જિલ્લા પંચાયત ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અપરાધીનું પૂતળા દહન કરી આક્રોશ વ્યકત કર્યો હતો. તેમજ સગીરાની હત્યા કરનાર આરોપીને ઝડપી લઈ કડકમાં કડક સજા આપવાની માંગ કરવામાં આવી હતી.
5 દિવસમાં 25 રેંકડી-કેબીનો જપ્ત કરી 1.64 લાખ વસુલ્યા
રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 24 થી 29 સુધી શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ રેકડી-કેબીન, બોર્ડ- બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પુષ્કરધામ રોડ,સાધુવાસવાણી રોડ હોકર્સ ઝોન, લક્ષ્મિનગર રેલ્વે જંકશન રોડ, પરાબજાર, રેસકોર્ષ ગ્રાઉન્ડ, સહિતના વિસ્તારોમાંથી જુદીજુદી 121 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. તો ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, આહિર ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, આશ્રમ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. 455 કિલો શાકભાજી ફળ આનંદ બંગલા ચોક, ઢેબર રોડ વન- વે,યુનિ.રોડ,જ્યુબેલી રોડ પરથી જમા કરવામાં આવ્યા હતા. તથા રૂ.91,567/-મંડપ કમાન છાજલી ચાર્જ યુનિ.રોડ,પુષ્કરધામ રોડ,રૈયા રોડ,મવડી મેઈન રોડ હોકર્સ ઝોન પરથી વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ આ ઉપરાંત રૂ.62,500/- વહિવટી ચાર્જ કાલાવડ રોડ,મવડી રોડ, સાધુવાસવાણી રોડ, આહિર ચોક સહિતના વિસ્તારોમાંથી વસુલ કરવામાં આવ્યો હતો.
સુરતથી પરત ફરેલી ફ્લાઈટનો એરપોર્ટમાં નાઈટ હોલ્ટ
ગઈકાલે બપોર બાદ ગુજરાતના વાતાવરણમાં બદલાવ સાથે ભારે પવન ફુંકાતા રાજકોટની હવાઈ સેવાને પણ અસર થઈ હતી. જેમાં ગઈકાલે રાજકોટ-સુરત વચ્ચે વેંચુરા એર કનેકટનું 9 સીટર વિમાન ગઈકાલે સોમવારે નિર્ધારીત સમય મુજબ રાજકોટ લેન્ડીંગ થયા બાદ સુરત જવા સાંજે 5-30 કલાકે ટેક ઓફ થયું હતું. જોકે સુરત ખાતે હવામાન ખરાબ હોવાથી લેન્ડ નહીં થતા પરત રાજકોટ આવ્યું હતું. તેમજ એરપોર્ટમાં નાઈટ હોલ્ટ કર્યા બાદ આજે બપોરે 12-00 કલાકે સુરત જવા ટેક ઓફ થયું હતું. આમ ખરાબ હવામાનના કારણે રાજકોટથી સુરત જતા મુસાફરોને પરત ફરવું પડયું હતું.
આવતીકાલે બાગાયત યોજનાની સહાય માટેની અરજી કરવાનો અંતિમ દિવસ
રાજકોટ જિલ્લાના બાગાયતદારોએ ચાલુ નાણાકીય વર્ષ 2023-’24 માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. જે માટે આઇ-ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) તા. 31 મે, 2023 સુધી ખુલ્લુ રાખવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે સહી કરી જરૂરી સાધનિક કાગળો (અરજીની પ્રિન્ટ સાથે આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, બેંક પાસબૂકની નકલ અથવા રદ કરેલ ચેક)ના બિડાણ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન રાજકોટને એક સપ્તાહમાં રજૂ કરવાની રહેશે. આવતીકાલે ઓનલાઇન અરજીઓ કરવા માટે છેલ્લો દિવસ હોવાથી તા. 7 જૂન સુધીમાં ઓનલાઇન અરજીઓ કચેરીમાં પહોંચાડવાની રહેશે. ત્યારબાદ કચેરીને મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
મોદી સરકારનાં 9 વર્ષ પુરા થવા નિમિતે ભાજપનું જનસંપર્ક અભિયાન
કેન્દ્રની મોદી સરકારના નવ વર્ષની દેશભરમાં આજથી શરૂ થયેલી ઉજવણીમાં હવે 1 માસ સુધી તા.30 જૂન સુધી ભાજપ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આ કાર્યક્રમો અંગે આજે માહિતી આપતા પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે પક્ષના કાર્યક્રમો તથા વિવિધ સેલ દ્વારા સંપર્ક-સંમેલન તથા ઘર ઘર સંપર્કના આયોજનો થશે. જેમાં આજે પ્રથમ દિવસે મીડીયા સાથે મુલાકાત કરાઈ છે. તો તા.1થી 6 જૂન સુધી સંપર્ક અભિયાન તા.1થી20 જૂન સુધી લોકસભા અને વિધાનસભા સ્તરે વિકાસતીર્થ તા.5થી20 જુન સુધી લાભાર્થે સંમેલન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થયુ છે. 21 જૂને યોગ દિવસની વ્યાપક ઉજવણી થશે તથા અંતિમ તબકકામાં જનસભા સહિતના કાર્યક્રમો યોજાશે.
Post a Comment