Friday, May 26, 2023

પાટડીના બજાણા પુલ પાસે રીક્ષા અને સ્વીફ્ટ ગાડી વચ્ચે અકસ્માત, એકનું મોત | An accident between a rickshaw and a swift car near Bajana bridge in Patdi, one died | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી અને બજાણા વચ્ચે આવેલ પુલ પાસે રીક્ષા અને સ્વીફ્ટ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા માં કુલ 5 લોકો સવાર હતા જે રીક્ષાનો અકસ્માત થતા સવાર 5 મુસાફરોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રીક્ષા ચાલક જાવેદભાઈ રહીમભાઈ બારૈયા રહે.બજાણા વાળાનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય એક રિક્ષામાં બસેલ મુસાફર બાલાભાઈ મોતીભાઈ વાણિયા રહે.પીપળી વાળાનું સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું તથા અન્ય 2 મુસાફર ને ગંભીર ઇજાઓ થતા તેને વિરમગામ ખાતે રીફર કરાયા હતા અને અન્ય 1 મુસાફરો ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.