અરવલ્લી (મોડાસા)23 મિનિટ પહેલા
- કૉપી લિંક

આજકાલ વાહન ચલાવવામાં સહેજ ભૂલ થઈ નથી કે તરત જ અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આવી જ એક ટ્રિપલ અકસ્માતની ઘટના મોડાસાના શામળાજી બાયપાસ રોડ પર બનવા પામી છે.

મોડાસા શહેરના શામળાજી બાયપાસ રોડ પર આવેલી યુનિટી હોસ્પિટલ પાસે હાઈવે રોડના તૂટેલા ડીવાઈડર પરથી ઈનોવા ચાલક રોડ ક્રોસ કરતો હતો. એ દરમિયાન સામેથી અન્ય એક વાહન આવી જતા ઈનોવા ચાલકે શોર્ટ બ્રેક મારી હતી. જેથી પાછળથી મારુતિવાન ઈનોવા સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે સામેની બાજુથી આવતી અન્ય એક કાર પણ અથડાઈ હતી. જેના કારણે ત્રણેય વાહનોના અકસ્માતથી હાઈવે રોડ પર ટ્રાફિકજામ થયો હતો. વાહનચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે અન્ય બે વાહનોને નુકશાન થયું હતું. સમગ્ર ઘટનાને લઈ મોડાસા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત વાળા ત્રણેય વાહનો બાજુ પર મુકાવીને ટ્રાફિક પૂર્વરત કરાયો હતો અને વાહન ચાલકની ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે.

સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે વાહનોની અવર જવર પ્રમાણે ડીવાઈડરમાં વાહનોને વળવા માટે કટ મુકવામાં આવતા હોય છે, પરંતુ વાહન ચાલકો દ્વારા ઝડપી આવવા જવા માટે જે ગેરજયદેસર કટ મુકાતા હોય છે. ત્યારે આવા કટના કારણે વળતી વખતે અન્ય વાહનો અથડાઈને અકસ્માત થતા હોય છે. વાહન ચાલકોની સલામતી માટે ગેરજયદેસાર કટ બંધ કરાવવા જરૂરી છે.
