- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- Accident On Valsad Highway When The Driver Lost Control Over The Steering And The Truck Overturned The Divider, Plastic Grains Spread On The Road
વલસાડ6 મિનિટ પહેલા
- કૉપી લિંક

વલસાડ હાઇવે ઉપર અતુલ પાવર હાઉસ પાસે વાપીથી અમદાવાદ પ્લાસ્ટિકના દાણા લઈને જતી ટ્રક ડિવાઈડર કુદાવી મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર પલટી ગઈ હતી. અમદાવાદ-મુંબઈ ટ્રેક ઉપર આવતા વાહન ચાલકે સમયસર પોતાના વાહન ઉપર કાબુ મેળવી લેતા મોટો અકસ્માત સર્જાયો ન હતો. અકસ્માતની ઘટનામાં અમદાવાદ-મુંબઈ હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા રૂરલ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી GIDCમાંથી એક ટ્રક ન. RJ-14-GJ-3951માં પ્લાસ્ટિકના દાણા ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. પાર નદીના બ્રિજ પાસે અતુલ પાવર હાઉસ સામે ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક મુંબઈથી અમદાવાદ ટ્રેક ઉપરથી ડિવાઈડર કુદાવીને પલટી ગઈ હતી. અમદાવાદથી મુંબઈ તરફ જતા વાહન ચાલકોએ સમયસર પોતાના વાહનો અટકાવતા મોટો અકસ્માત થતા અટક્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા અકસ્માતમાં ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યાં હતા. સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ અને 108ની ટીમને કરી હતી.

અકસ્માતમાં ટ્રક પલટી જતા પ્લાસ્ટિકના દાણા રોડ ઉપર ફેલાઈ ગયા હતા. ટ્રકમાં ભારે નુકસાની થઈ હતી. અકસ્માત સ્થળે વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નડતર રૂપ ટ્રક ખસેડી અમદાવાદ મુંબઇ ટ્રેક ઉપર ખોરવાયેલો ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકને કોઈ ઇજાઓ ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



